Page Views: 10524

સુરીલા સંગીતકાર જયદેવની જન્મ શતાબ્દી

મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા...

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

હિન્દી ફિલ્મોના અત્યંત સુરીલા સંગીતકાર જયદેવ વર્મા હોત તો આજે ૧૦૧ મો જન્મ દિન ઉજવતે. ૩ ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ કેન્યાના નૈરોબીમાં તેમનો જન્મ.ખુબ ઓછું પણ ખુબ ગણવત્તા વાળું કામ કરનાર જયદેવજી પહેલાં એવાં સંગીતકાર હતા જેમને ત્રણ નેશનલ એવોર્ડ્સ એમની ફિલ્મો રેશમા ઔર શેરા’, ‘ગમન  અને અનકહી માટે મળ્યાં હતાં. ‘પ્રેમ પર્વત’, ‘પરિણય’, ‘આલાપ’, ‘ઘરોંદા’, ‘તુમ્હારે લિયેકે દૂરિયાં નાગીતો માટે પણ જયદેવજીને યાદ કરાશે.

કેન્યામાં જન્મીને લુધિયાણામાં મોટા થયેલાં જયદેવ ૧૫ વર્ષની ઉમરેઘરેથી મુંબઈ એટલાં માટે ભાગી ગયેલા કે એમને ફિલ્મ સ્ટાર બનવું હતું. અરે, વાડિયા ફિલ્મ્સની આઠ ફિલ્મોમાં તો તેમણે બાળ કલાકાર તરીકે અભિનય પણ કર્યો હતો. વતનમાં પ્રો. બરકત રાય અને મુંબઈમાં કૃષ્ણરાવ જાવકર અને જનાર્દન જાવકર પાસે સંગીત શીખ્યા. કમનસીબે, તેમના પિતાજી અંધ થઇ ગયા અને જયદેવે ફિલ્મ કારકિર્દી છોડીને યુવાવયે પરિવારનો ભાર ખભે લેવા વતન પરત થવું પડ્યું. પિતાજીનું મૃત્યુ થયા પછી બેન વેદ કુમારીનેમોટી કરી તેમના લગ્ન સતપાલવર્મા સાથે કરાવીનેજયદેવલખનઉ ગયા અને અલી અકબર ખાન સાહેબના શાગીર્દ બન્યા.

અલી અકબરખાન સાહેબેચેતન આનંદની આંધિયાં અને હમ સફરફિલ્મોના સંગીત દરમિયાન જયદેવને સહાયક બનાવ્યા હતા. પછી ટેક્સી ડ્રાઈવર’, ‘ચલતી કા નામ ગાડીઅને લાજવંતીમાં જયદેવ સચિન દેવબર્મનના સહાયક બન્યા. પછી ચેતન આનંદે તેમને જોરુ કા ભાઈઅને અંજલિ ફિલ્મના મુખ્ય સંગીતકાર બનાવ્યા, જે સફળ બની. ત્યાર પછી આવી ૧૯૬૧ની હમ દોનોઅને જયદેવનો ડંકો વાગી ગયો. એ ફિલ્મના તમામ ગીતો લોકપ્રિય થયા.રફી, આશા અને લતાજી પાસે તેમણે સાહિર લુધિયાનવીના ગીતો ગવડાવ્યાં. દેવ આનંદ માટેના રફીસાહેબના બે યાદગાર સોલો મૈઝીંદગીકા સાથ નિભાતાચલા ગયાઅને કભી ખુદ પે કભી હાલાત પે રોના આયાઆપણને અહીં મળ્યાં. તો રફી-આશાના અભીના જાઓ છોડ કરઅને અધૂરી આશ-પ્યાસ છોડકરજેવા યુગલ ગીતો અને આશાજીનું સોલો ગીત જહાં મેં ઐસા કૌન હૈઅને લતાજીના બે સોલો ગીતો અલ્લા તેરો નામઅને પ્રભુ તેરો નામજેવી યાદગાર રચના ઓજયદેવે હમ દોનોમાં આપી હતી.

સુનીલ દત્તની ફિલ્મ મુઝે જીને દો’ (૧૯૬૩)માં પણ સાહિર સાહેબના ગીતોને જયદેવે સ્વરબદ્ધ કર્યા હતાં. તેમાં આશાજી ગાતા હતાં, ‘નદી નારે ના જાઓ સામ પહિયાપડું’, તો રફીસાહેબ ગાતા હતા અબ કોઈ ગુલશન ન ઉજડે અબ વતન આઝાદ હૈપણ લતાજીનું વહીદા રેહમાન માટેનું નૃત્ય ગીત રાત ભી હૈ કુછ ભીગીભીગીતો યાદગાર બન્યું.

મુઝફ્ફરઅલીની ૧૯૭૮ની યાદગાર ફિલ્મ ગમનમાટે જયદેવે સહરયાર અને મકદૂમ મોહ્યુદ્દીનની યાદગાર રચનાઓ સ્વરબદ્ધ કરીને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. જેમાં આપ કી યાદ આતી રહી રાતભરગાવા માટે છાયા ગાંગુલીને પણ શ્રેષ્ઠ ગાયિકાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. સુરેશ વાડકરે ગાયેલું સિને મેં જલન આંખો મેં તુફાન સા કયું હૈઅને હરીહરનનું  અજીબસનેહા મુજ પર ગુજર ગયાખુબ સારા હતાં તો હીરા દેવી મિશ્રાએ ગયેલી ઠુમરીરસ કે ભરેતોરેનૈનપણ યાદગાર રહી.અમોલ પાલેકરની અનકહી’ (૧૯૮૫)માં જયદેવે પંડિત ભીમસેન જોષી પાસે ભજન ગવડાવ્યાં, ‘ઠુમકઠુમ કપગ કુમળઅને રઘુવરતુમ તો મેરી લાજબહુ સુંદર બન્યાં, તો દીપ્તિ નવલ માટે આશાજીએ પણ બે ભજન ગાયા, ‘મુજકોભી રાધા બના લે નંદલાલઅને કૌનોઠગવાનંદ લાલ’. ‘અનકહીમાટે જયદેવજી શ્રેષ્ઠ સંગીતનો નેશનલ એવોર્ડ મળ્યો. તેજ રીતે અમદાવાદમાં શૂટ થયેલી સુંદર ફિલ્મ પરિણયમાં શર્મા બંધુઓ પાસે જયદેવે યાદગાર ભજન ગવડાવ્યું, ‘જૈસે સૂરજ કી ગરમી સે જલતેહુએતનકો મીલ જાયે તરુવર કી છાયા’.

જયદેવની ઘણી ફિલ્મો સફળ થઇ નહોતી પણ તેમના સંગીત નાવીન્યને કારણે આલાપ’, ‘કિનારે કિનારેકે અનકહીયાદગાર બની. પારંપરિક સંગીતને લોક સંગીત સાથે ભેળવીને તેઓ કસબ કરતા. હરિવંશરાયની કવિતા મધુશાલાનામન્નાડે એ ગયેલા આલબમ માટે જયદેવને ખ્યાતિ મળી. જયદેવ લતાજીના પણ માનીતા સંગીતકાર રહ્યા.

જયદેવે લગ્ન નહોતા કર્યા. પોતાની બેનના પરિવાર સાથે જ રહ્યા. પોતાના અંતીમ કાર્ય રૂપે ટીવી શ્રેણી રામાયણનું સંગીત તેમણે આપ્યું હતું. ૬ જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ ૬૭ વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું હતું.

જયદેવનાયાદગાર ગીતો:

અલ્લા તેરો નામ,કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, અભી ના જાઓ છોડ કે (હમ દોનો), રાત ભી હૈ કુછ ભીગીભીગી (મુઝે જીને દો), રઘુવરતુમ તો મેરી લાજ (અનકહી), તૂ ચંદા મૈ ચાંદની (રેશમા ઔર શેરા), આપ કી યાદ આતી રહી રાતભર (ગમન), જૈસે સૂરજ કી ગરમી સે (પરિણય), યે દિલ ઔર ઉનકી (પ્રેમ પર્વત), એક અકેલા ઇસ શહર મેં (ઘરોંદા), ચાંદ અકેલા (આલાપ).