Page Views: 148149

રાણાવાવમાં ભાજપના કોર્પોરેટર અને કાર્યકરની ઘાતકી હત્યા

ચૂંટણીના મતભેદને કારણે થયેલી બબાલમાં હાજા વિરમ ખુંટી અને કાના ભુરા કડછાનું ઢીમ ઢાળી દેવાયું

પોરબંદર-16-4-2018

પોરબંદર નજીક આવેલા રાણાવાવમાં આજે સવારે ભાજપના એક નગર સેવક અને એક કાર્યકરની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ રાણાવાવ દોડી ગયા છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાણાવાવ નગર પાલિકાના ભાજપના કોર્પોરેટર હાજા વિરમ ખુંટીને ગત વર્ષની ચૂંટણી વખતે કેટલાક લોકો સાથે મતભેદ થયા હતા. આ મતભેદની બબાલમાં આજે સવારે હાજા વિરમ ખુંટી અને તેમના મિત્ર કમ ભાજપના કાર્યકર કાના ભુરા કડછા ઉપર સામેના જુથ દ્વારા સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. કાના ભુરા અને હાજા વિરમ ઉપર ટોળું હથિયારો સાથે તુટી પડતા તેમના સમર્થકોએ પણ હુમલાખોરોનો સામનો કર્યો હતો જો કે, હાજા વિરમ અને કાના ભુરાને ગંભીર ઇજા થવાને કારણે આ બન્નેના મોત તયા હતા. ભાજપના નગર સેવક અને કાર્યકરની હરિફ જુત દ્વારા હત્યા કરવામાં આવી હોવાની જાણ થતા આસપાસના વિસ્તારોમાંથી મેર જાતિના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થિતિ એટલી સ્ફોટક બની ગઇ હતી કે, પોલીસ માટે નિયંત્રણ મેળવવું મુશ્કેલ થઇ શકે તેમ હતું. આવા સમયે પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવટથી કામ લઇને મામલાને થાળે પાડવામાં આવ્યો હતો તેમજ સમગ્ર રાણાવાવમાં આ ઘટનાને કારણે શાંતિ ન જોખમાય તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

પોરબંદરના રાણાવાવમાં આજે સોમવારે બે જૂથ વચ્ચે અથડામણ થતા પાલિકાના ભાજપના નગર સેવક અને ભાજપના કાર્યકરની હત્યા થઇ છે. બેવડી હત્યાને લઇને મેર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટનાને લઇને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ ચૂસ્ત બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો હતો.  પ્રાપ્ત વિગત મુજબ રાણવાવ નગરપાલિકાની ગત ચૂંટણીમાં જૂના મનદુખને લઇને બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું હતું. જેમાં પાલિકાના નગર સેવક હાજા વિરમ ખુંટી અને ભાજપના કાર્યકર કાના ભૂરા કડછાની હત્યા કરવામાં આવી હતી. સામે પક્ષે ત્રણ શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા નગરસેવક હાજા વિરમ ખુંટીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કાના કડછાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. હાજા ખુંટી ગત નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટાઇ આવ્યા હતા.