Page Views: 172340

કેદારનાથમાં ભારે બરફ વર્ષા : યાત્રા રોકવાની ફરજ પડી

ઉત્તરાખંડ ના પૂર્વ સીએમ અને કોગ્રેસી નેતાઓ કેદારનાથમાં ફસાયા

દહેરાદૂન-08-05-2018

ઉત્તરભારતમાં આંધી અને તુફાનને કારણે હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે. તો કેટલાક વિસ્તારમાં ધૂળ તો કેટલાક વિસ્તારમાં વરસાદ હોવાની જાણકારી છે. જયારે ઉત્તરાખંડના કેદારનાથમાં હવામાન ખાતાની આગાહી અને બરફ વર્ષાને કારણે ત્યાનું વહીવટી વિભાગ સાવચેત થઇ ગયું છે. અને હાલ યાત્રાને અટકાવી દીધી છે. જયારે યાત્રાળુઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, હાલ ઉત્તર ભારતમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના ૧૩ રાજ્યોમાં હવામાન વિભાગે ચેતવણી આપી દીધી છે. જયારે આ અંધીને પગલે ૧૦૦ થી વાળું લોકોના મૃત્યુ નીપજ્યા છે. જયારે હરિયાણ–દિલ્લી સહિતના રાજ્યોમાં શાળા-કોલેજમાં રજા જાહેર પણ કરી દેવાઈ છે. આંજે બિકાનેરના ખાજુવાલા વિસ્તારની સાથે, રાવલ અને ઘડસાનામાં પણ વંટોળના કારણે ધૂળ ઉડતી જોવા મળી છે. જયારે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા છે. હવામાન વિભાગની ચેતવણી મુજબ ઉત્તર-પૂર્વ ભારતમાં આ તોફાન ને કારણે ૪૮ કલાક વધુ ભારે રહશે. જયારે આજે ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં સતત થઇ રહેલી બરફ વર્ષને લઈને યાત્રા રોકવાની ફરજ પડી છે. સતત બરફ પડવાને કારણે તેમજ હવામાન ખાતા ની આગાહી ને કારણે ત્યાના વહીવટી વિભાગ દ્વારા યાત્રાને રોકવાનો નિર્ણય લેવાયો છે. જેમાં તમામ યાત્રાળુઓને સોનપ્રયાગ ખાતે રોકવામાં આવ્યા છે. જોકે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહીત ઘણા કોંગ્રેસ ના નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે. જેઓ ૧૮ કિલોમીટર ની પગપાળા યાત્રા કરીને કેદારનાથ ધામ ખાતે પહોચ્યા હતા. હવામાનમાં સુધાર થતા જ કેદારનાથની યાત્રા ફરીથી ચાલી કરવામાં આવશે.જયારે આજે સવારે બદ્રીનાથ ધામમાં પણ બરફ વર્ષા થઇ હતી. જેના કારણે એ વિસ્તારમાં બરફની ૨ ઇંચ મોટી ચાદર પથરાઈ ગઈ હતી.