Page Views: 100783

સુરતને જોયા પછી લાગે છે કે દેશનો વિકાસ થઇ રહ્યો છે : રતન તાતા

હીરા ઉદ્યોગમાં વપરાતી ટેકનૉલોજી અંગે રાજીપો વ્યાકતા કર્યો, સુરતના વિકાસ અંગે ખુશી વ્યક્ત કરી

સુરત-04-05-2018

ભારતીય ઉદ્યોગ જગતના ખૂબ આદરણીય અને અગ્રણી, તાતા સમૂહના સર્વેસર્વા રતન તાતા ગુરુવારે સુરતની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. સુરતની અગ્રગણ્ય હીરા કંપની એસઆરકે ગ્રૂપ (શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ) ની કતારગામમાં આવેલી આધુનિક ફેક્ટરી, કિરણ હોસ્પિટલ સાથે ધોળકિયા પરિવારના નિવાસસ્થાને નિરાંતે મુલાકાત કરી હતી. રતન તાતાએ હીરા ઉદ્યોગનું બારીકાઈથી નિરીક્ષણ કરીને એની ટેકનૉલોજી, એમાં કામ કરતાં કારીગરો અને ગોવિંદભાઈ ધોળકિયા વિષે અને વિગતો મેળવી ને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને સાથે જ સુરતની આજની મુલાકાતને યાદગાર ગણાવીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

ગયા નવેમ્બર મહિનામાં એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા એનાયત થતાં પ્રતિષ્ઠિત “સંતોક્બા ઍવોર્ડ” એનાયત કરવા ગોવિંદભાઈ ધોળકિયા અને પરિવારજનોએ રતન તાતાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વખતે જ ગોવિંદભાઇ ભાઈએ એમને સુરતની મુલાકાતનું આમંત્રણ આપ્યું હતું. એ મુલાકાતને પ્રતિસાદ આપી આજે ધોળકિયા પરિવારના મહેમાન મહેમાન બન્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી અપાતા “સંતોક્બા એવોર્ડ” ગતવર્ષે જ રતન તાતાને આપવાનું નક્કી થયું હતું અને એમણે આ ઍવોર્ડ સ્વીકારવાની મંજૂરી આપી હતી. જાહેર સમારંભ અને કાર્યક્રમથી સામાન્ય પણે દૂર રહેતા રતન તાતા આ એવાર્ડ એકદમ અંગત લોકો અને એસઆરકે પરિવારની હાજરીમાં સ્વીકાર્યો હતો. એવાર્ડ સ્વીકારતી વખતે જ રતન તાતાએ જણાવ્યુ હતું કે,મારી પાસે તો વારસામાં સંપતિ આવી હતી અને મે એમાં ઉમેરો કરીને અમારા ગ્રૂપને આગળ વધાર્યુ છે પણ તમે શૂન્યમાઠી સર્જન કર્યું છે મારે એ જોવું છે.

આજે સવારે સુરત ઍરપોર્ટ ઉપર ધોળકિયા પરિવારે રતન તાતાને આવકાર્ય હતા. એ પછી  કતારગામ એસઆરકે એસ્ટેટ આવી પહોચ્યા હતા. અહી એમણે એસઆરકે પરિવારની ત્રણ પેઢી સાથે મુલાકાત કરીને હીરા ઉદ્યોગની વિગતો મેળવી હતી, સાથે જ એમને હીરા ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી ટેકનૉલોજી વિષે પણ વિગતો મેળવી હતી. ધોળકિયા પરિવારની બીજી પેઢીના યુવાનોએ સંગર ફેક્ટરીની મુલાકાત કરવી હતી. રતન તાતા એ કાચા હીરને કાપવાના અને પોલીશિંગ કરવાની પ્રક્રિયામાં વપરાતી ટેકનૉલોજી વિષે બહુ ઝીણવટભરી વિગતો મેળવી હતી. સાથે જ એમણે રત્ન કલાકારોના અભ્યાસ અને એમના પગારની વિગતો પણ જાણી હતી. સાથે જ એમણે ધોળકિયા પરિવારના 944 સભ્યોનું ગ્રૂપ ફોટો જોઈ એમણે આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એસઆરકેની મુલાકાત વખતે સુરત શહેરના અગ્રગણ્ય હીરા ઉદ્યોગપતિઓએ પણ એમની શુભેચ્છા મુલાકાત કરી હતી.

સુરતની મુલાકાતની શરૂઆતથી જ રતન તાતા બહુ ખુશ હતા અને એમને અનેક વાતો અંગે પોતાનું કુતૂહલ પણ વ્યક્ત કરતાં હતા. એકદમ સરળ અને સહજ સૌજન્ય મુલાકાતનો લાભ ધોળકિયા પરિવારને મળ્યો હતો. ગુરુવારે બપોરના સમયે ધોળકિયા પરિવાર સાથે ભોજન અને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભારતીય અને ગુજરાતી પરંપરા મુજબ ધોળકિયા પરિવારની સ્ત્રીઓએ એમનું સ્વાગત અને સન્માન કર્યું હતું પૂર્ણ ગુજરાતી ભોજન પીરસ્યું હતું. ગુજરાતી જમણમાં ખમણ એમને વધુ પસંદ આવ્યા હતા.

ધોળકિયા ફાર્મ, વેડ-કરાડા ખાતે ધોળકિયા પરિવારના યુવાનો અને પારિવારિક મિત્રો સાથે એક ખાસ સંવાદ યોજ્યો હતો. આ સંવાદમાં પરિવારના યુવાનો એ વિવિધ પ્રશ્નો રતન તાતાને પૂછ્યો હતા. તેમણે પણ દરેક પ્રશ્નોના બહુ વિગતે જવાબ આપ્યા હતા. તમને જગત કઈ રીતે યાદ રાખે? એવા અક્ષય ધોળકિયાના પ્રશ્નના જવાબમાં રતન તાતાએ ઉત્તર આપતા કહ્યું હતું કે,મે કેટલી સંપતિ અને વેપાર વિકાસ કર્યો છે એના કરતાં મે કશા બદલાવમાં શું યોગદાન આપ્યું એના માટે યાદ રાખે તો મને ગમશે. રતન તાતા એ સુરત અંગે જણાવ્યુ હતું કે 20 વર્ષ પેહલા નવસારી જતી વખતે હું સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો હતો બસ એટલું જ. હું ગોવિંદભાઇ ધોળકિયાનો આભાર માનું છુ કે એમને મને સુરત બતાવ્યુ. વિમાનમાંથી મે સુરતમાં બનેલી સુંદર ઊંચી ઇમારતો જોઇ અને એરપોર્ટ અહી આવતા સુધી સુરતને જોયા પછી કહી શકું કે ભારત વિકાસ કરી રહ્યું છે. મુંબઈમાં બેસીને આ ખબર ના પડી હોત. આજે આવ્યો ન હોત તો મારા મગજમાં સુરતની 20 વર્ષ પહલની છબી જ હોત. સુરત એરપોર્ટ થી એસઆરકે, કિરણ હોસ્પિટલ બધુ જોતાં મને પ્રશ્ન થયો કે, આ સુરત છે? ખેડૂત એવા રત્ન કલાકારો ભણ્યા ઓછું છે પણ એમની અંદરના કૌશલ્યને હીરા ઉધ્યોગમાં બરાબર ઉપયોગમાં લેવાયું છે મને ખ્યાલ નથી કે બીજી કોઈ જગ્યા એ આવો ઉપયોગ થયો હોય.

એસઆરકે ના ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાએ આજની રતન તાતાની મુલાકાત અંગે જણાવ્યુ હતું કે,ભારતના ઋષિતુલ્ય ઉદ્યોગપતિ રતન તાતા એ આજે સુરતની મુલાકાતે પધાર્યા તે અમારા માટે તો ઇતિહાસ છે. અમે પણ પહલેથી તાતા ઉદ્યોગ સમૂહના સિધ્ધાંતોને અનુસરતી રહી છે એટલે પણ એમની આજની મુલાકાત યાદગાર અને અવિષ્મર્ણીય રહી હતી. એમણે હીરા ઉદ્યોગ અંગે પણ વિગતો મેળવી હતી અને અમારા પરિવારની નવી પેઢીને માર્ગદર્શન પણ આપ્યું હતું.