Page Views: 144927

હોડીઓમાંથી સમાન સીધો ઉતરે તેવી કિલ્લામાં વ્યવસ્થા હતી

શિવાજી એ સુરત લુત્યું ત્યારે કિલ્લા ની ફરતેની ખાડી બિસ્માર હાલત માં હતી, તો ૧૬૩૬માં કિલ્લામાં લાગી હતી આગ

સુરત-21-04-2018

કિલ્લાનો કુલ વિસ્તાર આશરે એક એકર જેટલો છે અને તે વિષમ બાજુઓવાળો છે. કિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર તો પૂર્વાભિમુખ છે, જેના બાંધકામમાં બ્રિટીશ કાલ દરમિયાન (૧૭૬૦) ફેરફારો કરાયા છે. પ્રવેશ આગળ ડ્રો-બ્રીજના સ્થાને લોખંડનો એક કાયમી પુલ મુકાયો હતો. કિલ્લાના નદી તરફના ભાગે પણ એક પ્રવેશદ્વાર હતું જ્યાં હોડીઓમાંથી માલસામાન સીધો જ કિલ્લામાં ઉતારી શકતો. ૧૬૩૬માં કિલ્લાનો દારૂગોળો સળગી ઉઠતાં તેનો મોટા કદનાં લાકડાના બીમ બળી ગયા હતા. શિવાજીએ સુરત લુંટયું (૧૬૬૪) ત્યારે કિલ્લા ફરતેની ખાડી પણ બિસ્માર હાલતમાં આવી ગઈ હતી અને કેટલેક સ્થળે તો ચાલીને પણ ઊતરી શકાતું હતું. ૧૭૫૯માં કિલ્લો અંગ્રેજોના અધિકારમાં જ તો રહ્યો પછી તેના નૈઋત્ય દિશામાં બુર્જ ઉપર તેમનો યુનિયન જેક ચડાવવામાં આવ્યો અને અગ્નિ દિશાના બુરજ પર મુઘલ ધ્વજ ફરકતો રહ્યો.

ખ્વાજા સફર સલમાનીને બે પુત્રો અને બે પુત્રીઓ હતી. તેમાં મોટો પુત્ર મુહર્રમ હતો. ૧૫૩૭માં તે પોર્ટુગીઝોની જેલમાંથી છટકીને ઘોઘા થઈને સુલતાન મુહમુદ-૩ સામે હાજર થયેલો જેને સુલતાને રૂમીખાનનો ઈલકાબ આપ્યો હતો. દીવમાં ખ્વાજા સફરના થયેલા આકસ્મિક મૃત્યુ પછી તરત જ મુહર્રમ રૂમીખાનને પિતાના સ્થાને સેનાપતિ બનાવાયેલો. મુહર્રમ પણ ૧૫૪૬માં જ નવેમ્બર-૧૧ મીએ દીવમાં શહીદ થયેલો. ખ્વાજાનો બીજો પુત્ર રજબ તેની અનુગામી તરીકે ૧૫૪૬-૫૯ રહ્યો દરમિયાન તેની બહેન સુરતનાં જહાંગરખાન ને પરણી હતી. કારાહસન ૧૫૪૬માં દીવના યુદ્ધ માં જહાંગીરખાન લશ્કરની ડાબી પાંખ સંભાળતો હતો. આ જ વર્ષમાં તેના સસરા અને સાળાનાં મૃત્યુ થતાં બચેલા લશ્કરને લઈને જહાંગીરખાન સુલતાન પાસે અમદાવાદ આવ્યો ત્યારે સુલતાને તેને મુજલિસ અલ મન્સૂર જહાંગીરખાન નો ઈલકાબ આપીને સલ્તનત ના તોપદળ નો સેનાપતિ બનાવ્યો હતો. ૧૫૫૪માં કારાહસ જહાંગીર ખાન સુરતમાં દરોગો હતો. રજબ રૂમીખાને બહેન ખદીજા અને જહાંગીર ખાનના પુત્ર ને સુરતમાં પોતાનો નાયબ નીમ્યો હતો. ખ્વાજા સફરની બીજી પુત્રી આઈશા માલિક અર્સલાન તુર્કીને પરણી હતી. આ અર્સલાનને આસફખાન મક્કાર્થી ખરીદીને લાવેલો. ૧૫૪૫માં તેને ઈમાદુલમુલ્કનો ઈલકાબ મળ્યો હતો. ૧૫૫૬માં અહમદશાહ-૩ (૧૫૫૪-૬૧) એ તેને ગુજરાતનો મુખ્ય વજીર બનાવ્યો હતો. ૧૫૫૯માં તેના સાળા અને સુરતના ગવર્નર રજબ રૂમીખાને તેનું  ખૂન કર્યું. (પૂર્ણ)