Page Views: 131695

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ પ્રદેશઅધ્યક્ષ ભારત રત્ન ડો.બાબા સાહેબને જીતુ વાઘાણીએ પુષ્પાંજલી અર્પણ કરી

કોંગ્રેસે દલિતોનો માત્ર વોટ બેન્ક તરીકે જ ઉપયોગ કર્યો ભાજપે છેવાડાના માનવીનો વિકાસ કર્યો

સુરત તા.14

ભાજપથી નારાજ દલિત સંગઠનો દ્વારા કાંકરીચાળો કરવામાં આવશે એ દહેશત વચ્ચે સવારથી જ શહેરના રિંગરોડ પર આવેલી ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્ત વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ડો.બાબાસાહેબને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ભારત રત્ન ર્ડો. બાબાસાહેબ આંબેડકરજી જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ રીંગરોડ સ્થિત ર્ડો. બાબાસાહેબ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. તેમની સાથે શહેર અધ્યક્ષ નીતિનભાઈ ભજીયાવાળા, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્યશ પૂર્ણશભાઈ મોદી, મોરચાના પ્રદેશ મંત્રી અશોકભાઈ ગોહિલ સહિતના મહાનુભવોએ પણ ર્ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા નગર પ્રાથમિક શાળાના બાળકો સાથે પ્રમુખ જીતુભાઇ  વાઘાણીએ થોડો સમય ગાળ્યો હતો અને તેમની સાથે ર્ડો. બાબાસાહેબના જીવન કવન વિષે ની કેટલીક વાતો કરી હતી. પ્રમુખશ્રીએ બાળકોને બિસ્કિટ અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું. ત્યારબાદ પ્રમુખશ્રી ભારતીય સંવિધાન સન્માન યાત્રામાં જોડાયા હતા. આ સંવિધાન યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.જ્યાં ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, ર્ડો. બાબાસાહેબ આંબેડકરજી નું દેશ માટેનું યોગદાન અને બલિદાન અવિસ્મરણીય છે. તેમ છતાંય બાબાસાહેબ સાથે અન્યાય કરવામાં  કૉંગ્રેસે કોઈ કસર છોડી ન હતી. ર્ડો. બાબાસાહેબનું અપમાન અને અન્યાય કરનારી કૉંગ્રેસને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે. કૉંગ્રેસે દલિત સમાજનો માત્ર વોટબેંક માટે જ ઉપયોગ કર્યો છે. જયારે ભારતીય જનતા પાર્ટી તેના સ્થાપનાકાળ થી આજદિન સુધી છેવાડાના માનવીના વિકાસ માટે કામ કરી રહી છે.