Page Views: 261100

પાંડેસરાની મૃત બાળકીની ઓળખ માટે વેપારીઓ એ સાડીના પાર્સલ પર લગાવ્યા ફોટા

યુ.પી-બિહાર સહીત ના રાજ્યોમાં મોકલ્યા પાર્સલો

સુરત-17-04-2018

પાંડેસરા માં મળેલી બાળકીની લાશ ના ઓળખ માટે લોક પણ પોલીસ ને સહકાર આપી રહ્યા છે.જયારે રાજ્ય ના કાપડ ના વેપારીઓ પણ આ સહકાર  સક્રિય થયા છે.કાપડ વેપારીઓએ આ પ્રયાસ ને માત્ર પોતાની સુધી ન રહેવા દેતા પોતાના કાપડ પાર્સલો સાથે પણ બાળકી ના ફોટો ને મોકલી અન્ય રાજ્યો માં કાપડ માર્કેટ સુધી પહોચાડવા નો પ્રયાસ કર્યો છે.

સુરત ની કાપડ માર્કેટ ના વેપારીઓ ના સંગઠન સેવા ફાઉન્ડેશનને દુષ્કર્મ નો શિકાર બનેલી મૃત બાળકી ની ઓળખ માટે પ્રયાસો શરુ કરી દીધા છે. આ પ્રયાસ ને લઇ ફાઉન્ડેશન ના પ્રતિનિધીઓ એ ક્રાઈમ બ્રાંચ ના તપાસ કરતા અધિકારી ને મળી બાળકીની ઓળખ ની દિશા માટે સહયોગ કરવા પ્રસ્તાવ મુક્યો હતો. જેની અનુમતિ મળ્યા બાદ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા વેપારીઓ ને બાળકી નો ફોટો આપવામાં આવ્યો હતો. અને સાડી-ડ્રેસ ના પાર્સલો સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉડીસા ની કાપડ માર્કેટોમાં મોકલાઇ રહ્યા છે. જેમાં વેપારીઓ એ સોમવારના રોજ અને આજે પણ રાજ્ય ની બહાર મોકલાતી સાડી ઓ પર બાળકીનો ફોટો લગાવી ને તેણીની ઓળખ મેળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે હજારોની સંખ્યામાં સુરત ની કાપડ માર્કેટ માંથી પાર્સલો સુરતની બહાર જાય છે.તેમજ સ્થાનિક કાપડ વેપારીઓ એ બહાર ના વેપારીઓ ને આ મામલે જાણ કરી દેવી છે.