રાજપુત સમાજના મહિપાલસીંગ વશીના અંગોનું દાન કરી પરિવારે પાંચ વ્યક્તિને નવજીવન આપ્યું

બન્ને કિડની અમદાવાદના બે પેશન્ટને અને લિવર વડોદરાના દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાયા

સુરત-5-6-2018

મહેશકુમાર ઉર્ફે મહિપાલસિંહે શુક્રવાર તા: ૧ લી જુનનાં રોજ માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમને પાંચ છ ઉલ્ટી થતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક કોસંબામાં આવેલ આર્શીવાદ હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતમાં આવેલ INS હોસ્પીટલમાં ન્યુરોફીજીશ્યન ડો. અનિરુધ્ધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ થવાને કારણે મગજમાં સોજો વધી ગયો હોવાનું નિદાન થયું હતું.

સોમવાર તા: ૪ જુનનાં રોજ ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલ અનેડૉ. ધવલ પટેલ, ન્યુરોફીજીશ્યન ડૉ. મનોજ સત્યવાણી, અને ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અંકિત ગજ્જરે મહેશકુમારને બ્રેનડેડ જાહેર કર્યા હતા. મહેશકુમારના મિત્ર સંજયસિંહ સોલંકી તેમજ પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ ચુડાસમાએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપક કરી મહેશકુમારના બ્રેડડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઇફની ટીમ હોસ્પિટલ પહોંચીમહેશકુમારના પત્ની બીનાબેન, ભાઈરાકેશકુમાર, સસરા ધર્મેદ્રસિંહ, સાળા દિવ્યરાજસિંહ તેમજ પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું.

પરિવારના સૌ સભ્યોએ જણાવ્યું કે અમે આજ હોસ્પીટલમાંથી બે દિવસ પહેલાં એક બ્રેનડેડ દર્દીનાં અંગોનું દાન થતાં જોયું હતું. આજે જયારે ડોક્ટરોએ અમારા સ્વજનને બ્રેનડેડ જાહેર કર્યા છે અને ડોનેટ લાઈફની ટીમે પણ આવીને અંગદાનનું મહત્વ સમજાવ્યું, તેમજ આજે અમે વર્તમાનપત્રોમાં પણ ઓર્ગન ડોનેશન અંગેના સમચારો વાંચ્યા હતા તેથી અમને થયું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. શરીરના અંગોબળીને રાખ થઇ જાય તેના કરતાં તેના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. પરિવારજનો તરફથી અંગદાનનીસંમતિમળતાનીલેશમાંડલેવાલાએઅમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)નાડો. પ્રાંજલ મોદીનોસંપર્કકરીકિડની અને લિવરનુંદાનલેવાઆવવામાટે જણાવ્યું હતું. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.મિતુલ શાહ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલીકિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી પ્રદીપ પરસોત્તમભાઈ ચૌહાણ ઉ.વ.૩૫ અને બીજી કિડની અમદાવાદના રહેવાસી યશેષ જીતેન્દ્રભાઈ પટેલ ઉ. વ. ૧૬માં,જયારે લીવર વડોદરાના રહેવાસી મેહુલ મનુભાઈ પટેલ ઉ.વ. ૪૪માં  અમદાવાદનીInstitute of Kidney Diseases and Research Centre (IKDRC)માંડો. પ્રાંજલ મોદીઅને તેમની ટીમદ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં મહેશકુમાર ઉર્ફે મહિપાલસિંહના પત્ની બીનાબેન, ભાઇ રાકેશ કુમાર,સસરા ધર્મેન્દ્રસિંહ, સાળા દિવ્યરાજસિંહ અને પરિવારના અન્ય સભ્યો, ન્યૂરોસર્જન ડૉ. અશોક પટેલ, ડૉ. ધવલ પટેલ, ન્યૂરોફીજીશિયન ડૉ. મનોજ સત્યવાણી, ઇન્ટેન્સીવીસ્ટ ડૉ.અંકિત ગજજર,INS હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ,તથાડોનેટલાઈફના પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલા, સુભાષ જોધાણી અને યોગેશ પ્રજાપતિનો સહકાર સાંપડ્યો હતો.. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૨૫૩ કિડની, ૧૦૨ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૧૭ હૃદય અને ૨૧૬ ચક્ષુઓના દાન મેળવીને ૫૯૧ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતામેળવી છે.

 

બીટના જ્યૂસમાં મધ મેળવીને પીવાથી થાય છે આ ૭ બેમિસાલ ફાયદા,જાણીને દંગ થઈ જશો બીટ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દેખાવમાં લાલ રંગનુ હોય છે અને કાપવા પર ઘાટા લાલ રંગનુ. બીટને સ્વાસ્થયની સાથે-સાથે સુંદરતા નિખારવા માટે પણ ઓળખવામાં આવે છે. શરીરમાં હિમોગ્લોબિન ની કમી થઈ જવા પર ડોક્ટર બીટ ખાવાની સલાહ આપે છે. મોટાભાગના લોકો સલાડ અને જ્યૂસ ના રુપમાં પણ બીટનુ સેવન કરે છે. બીટમાં અનેક એવા ન્યુટ્રીએંટ્સ હોય છે જે ઘણી પ્રકારથી સ્વાસ્થય ને લાભ પહોચાડે છે. પરંતુ જો તે જ બીટ ને મધ સાથે લેવામાં આવે તો આ કોઈ સોના પર સુહાગાથી કમ નથી. જી હા, બીટના જ્યૂસમાં મધ મેળવીને લેવાથી અમુક જબરદસ્ત ફાયદા મળે છે. એનિમિયા એનિમિયા બિમારીનો સબંધ શરીરમાં આવેલી લોહીની ઉણપથી હોય છે. આ બિમારીમાં શરીરમાં આયરન ની માત્રા ઓછી થઈ જાય છે જેના કારણે હિમોગ્લોબિન નુ પણ બનવુ ઓછુ થઇ જાય છે. એનિમિયા થવાથી લોહીમાં કમી આવી જાય છૈ. તમને જણાવી દઈએ, અનિમિયાથી પીડાઈ રહેલા લોકો એ રોજ એક ગ્લાસ બીટ નો રસ પીવો જોઈએ કે કાચુ ખાવુ જોઈએ. તેમાં આયરન ની માત્રા ભરપૂર હોય છે જે શરીરમાં લોહીની કમી થવાથી બચાવે છે. પ્રેગ્નેંસીબીટમાં ફોલિક એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે પ્રેગ્નેંસી દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ માતા અને બાળક બન્ને ને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. એટલે પ્રેગ્નેંસીમાં મોટાભાગની મહિલાઓ ને બીટ નો જ્યૂસ પીવાની સલાહ આપવામાં આવે છે. લીવરની સમસ્યા જે લોકો લીવરની બિમારીથી પીડાઈ રહ્યા છે તેમણે તો રોજ પોતાના ડાઇટમાં બીટ શામેલ કરી લેવુ જોઈએ. તેમાં રહેલ બીટૈન લીવરની તકલીફ થી રાહત આપવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. વજન ઘટાડવામાં મદદરૂપ બીટના જ્યૂસમાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જે કારણે વજન નિયંત્રણ કરવામાં આ તમારી મદદ કરે છે. વજન ઘટાડવાના ઈચ્છુક લોકો એ આ જ્યૂસનુ સેવન જરૂરથી કરવુ જોઈએ. બ્લડ પ્રેશર બ્લડ પ્રેશરમાં બીટ નો જ્યૂસ અને મધ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા છો અને તેનાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો બીટના જ્યૂસમાં મધ મેળવીને પીવો. બીટ અને મધ બન્નેમાં નાઈટ્રેટ ની માત્રા વધારે હોય છે, જેનાથી લોહીનુ પરિભ્રમણ બરાબર થાય છે અને બીપી રેંજમાં રહે છે. હ્દયની સમસ્યાઓ આ જ્યૂસ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા ઓછી કરી દે છે. આ બૈડ કોલેસ્ટ્રોલ ઓછા કરીને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે, જેનાથી હ્દય સબંધિત બિમારીઓ થવાનુ જોખમ ખૂબ ઓછુ થાય છે. આર્થરાઈટિસ બીટ ના જ્યૂસમાં સિલિકોન હોય છે જે શરીરના હાડકાને વધારે કેલ્શિયમ સુકવવામાં મદદ કરે છે. આર્થરાઈટિસ ના દર્દીઓ એ તેના જ્યૂસ નુ સેવન અવશ્ય કરવુ જોઈએ અને જેમણે આર્થરાઈટિસ ની સમસ્યા નથી તેમણે ભવિષ્યમાં તેનાથી બચવા માટે અત્યારથી આ જ્યૂસ નુ સેવન શરૂ કરી દેવુ જોઈએ. લેખક.સંકલન : તૃપ્તિ ત્રિવેદી આજે તમે આ લેખ ગુજ્જુવહાલનો દરિયોના માધ્યમાં થકી તમે હાલ વાંચી રહ્યા છો. તમે આવા રસપ્રદ લેખ વાંચવા માટે અમારું ફેસબુક પેજ " ગુજ્જુ વહાલનો દરિયો" લાઈક કરવાનું ભૂલતા નહી