Page Views: 62317

મધ્યપ્રદેશ માં પેસેન્જર ટ્રેન ના પાંચ ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, ૨૦૦ લોકોને ઈજા

રેલ્વેની રેસ્ક્યુ ટીમ અને બચાવ ટુકડીઓ ની કામગીરી શરુ

સુરત-15-04-2018

ભોપાલમાં કટનીથી ચોપન જતી ડાઉન પેસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા અચાનક રેલ્વે ટ્રેક પરથી ઉતરી ગયા હતા. જેમાંથી બે ડબ્બા પલટી ગયા હતા. આ ઘટનામાં 200 લોકોને ઇજા પહોંચી છે.તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કટનીથી 35 કિલો મીટર દૂર સાલન અને પિપરિયાકલાં વચ્ચે બની હતી. રેલ્વેની રેસ્ક્યૂ ટીમ અને બચાવ ટુકડીઓ મોકલવામાં આવી હતી.જે તમામ ઇજાગ્રસ્તોને માટે બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી.

ડીઆરએમ જબલપુર એમકે સિંહે જણાવ્યું હતું કે આ કટની થી ચોપન જતી ટ્રેન રાત્રે 9-15 ના સમયે કટનીથી નકળી હતી.આ ટ્રેનમાં કુલ આઠ ડબ્બા હતા. રાત્રે 10 વાગ્યાની આસપાસ પાછળના ચાર ડબ્બા અને ગાર્ડનું કેબીન ટ્રેક પરથી ઉતરી ગયુ હતુ.જેમાંથી બે ડબ્બા પલટી ગયા હતા.આ ડબ્બા માં બેસેલા પેસેન્જરો જે ઈજા થવા પામી છે.જયારે આ બનાવ ની જન થયાં બાદ કટનીથી મેડીકલ રિલીફ ટ્રેન રાત્રે 11.15 વાગે ઘટનાસ્થળ પર પહોંચી હતી.