અમરેલી-સાવરકુંડલા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા

ઉત્તર ગુજરાતમાં ગત રોજ વીજળી પડતા એક ખેડૂત અને બે ભેંસનું મોત થયું

અમરેલી-વર્તમાનન્યૂઝ.કોમ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં ગઈકાલે સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાલ ખાંભા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આ સિવાય સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

 આજે સવારથી અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. જેના કારણે ખાંભા પંથકમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા. હાલ ત્યાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે. આ સિવાય અંબાજી અને દાતા વિસ્તારમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સાવરકુંડલા, રાજપલા, વીજપડી, ધાડલા, વાવેરામાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની ઉ.ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

આ સિવાય રાજ્યના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે 30-40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન સાથે વરસાદ અને કરા પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. થરાદ અને વાવ પંથકમાં ગઈકાલે સાંજે વાવાઝોડા સાથે ઝાપટું પડ્યું હતું. વાવાઝોડા અને ઝાપટાના પગલે નુકસાન થયું હતું. જેમાં એક ખેડૂત પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ભેંસો પણ મોતને ભેટી હતી.

 

 

 

બીટના જ્યૂસમાં મધ મેળવીને પીવાથી થાય છે આ ૭ બેમિસાલ ફાયદા,જાણીને દંગ થઈ જશો બીટ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દેખાવમાં લાલ રંગનુ હોય છે અને કાપવા પર ઘાટા લાલ રંગનુ. બીટને સ્વાસ્થયની સાથે-સાથે સુંદરતા નિખારવા માટે પણ ઓળખવામાં આવે છે. શરીરમાં હિમોગ્લોબિન ની કમી થઈ જવા પર ડોક્ટર બીટ ખાવાની સલાહ આપે છે. મોટાભાગના લોકો સલાડ અને જ્યૂસ ના રુપમાં પણ બીટનુ સેવન કરે છે. બીટમાં અનેક એવા ન્યુટ્રીએંટ્સ હોય છે જે ઘણી પ્રકારથી સ્વાસ્થય ને લાભ પહોચાડે છે. પરંતુ જો તે જ બીટ ને મધ સાથે લેવામાં આવે તો આ કોઈ સોના પર સુહાગાથી કમ નથી. જી હા, બીટના જ્યૂસમાં મધ મેળવીને લેવાથી અમુક જબરદસ્ત ફાયદા મળે છે. એનિમિયા એનિમિયા બિમારીનો સબંધ શરીરમાં આવેલી લોહીની ઉણપથી હોય છે. આ બિમારીમાં શરીરમાં આયરન ની માત્રા ઓછી થઈ જાય છે જેના કારણે હિમોગ્લોબિન નુ પણ બનવુ ઓછુ થઇ જાય છે. એનિમિયા થવાથી લોહીમાં કમી આવી જાય છૈ. તમને જણાવી દઈએ, અનિમિયાથી પીડાઈ રહેલા લોકો એ રોજ એક ગ્લાસ બીટ નો રસ પીવો જોઈએ કે કાચુ ખાવુ જોઈએ. તેમાં આયરન ની માત્રા ભરપૂર હોય છે જે શરીરમાં લોહીની કમી થવાથી બચાવે છે. પ્રેગ્નેંસીબીટમાં ફોલિક એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે પ્રેગ્નેંસી દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ માતા અને બાળક બન્ને ને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. એટલે પ્રેગ્નેંસીમાં મોટાભાગની મહિલાઓ ને બીટ નો જ્યૂસ પીવાની સલાહ આપવામાં આવે છે. લીવરની સમસ્યા જે લોકો લીવરની બિમારીથી પીડાઈ રહ્યા છે તેમણે તો રોજ પોતાના ડાઇટમાં બીટ શામેલ કરી લેવુ જોઈએ. તેમાં રહેલ બીટૈન લીવરની તકલીફ થી રાહત આપવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. વજન ઘટાડવામાં મદદરૂપ બીટના જ્યૂસમાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જે કારણે વજન નિયંત્રણ કરવામાં આ તમારી મદદ કરે છે. વજન ઘટાડવાના ઈચ્છુક લોકો એ આ જ્યૂસનુ સેવન જરૂરથી કરવુ જોઈએ. બ્લડ પ્રેશર બ્લડ પ્રેશરમાં બીટ નો જ્યૂસ અને મધ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા છો અને તેનાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો બીટના જ્યૂસમાં મધ મેળવીને પીવો. બીટ અને મધ બન્નેમાં નાઈટ્રેટ ની માત્રા વધારે હોય છે, જેનાથી લોહીનુ પરિભ્રમણ બરાબર થાય છે અને બીપી રેંજમાં રહે છે. હ્દયની સમસ્યાઓ આ જ્યૂસ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા ઓછી કરી દે છે. આ બૈડ કોલેસ્ટ્રોલ ઓછા કરીને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે, જેનાથી હ્દય સબંધિત બિમારીઓ થવાનુ જોખમ ખૂબ ઓછુ થાય છે. આર્થરાઈટિસ બીટ ના જ્યૂસમાં સિલિકોન હોય છે જે શરીરના હાડકાને વધારે કેલ્શિયમ સુકવવામાં મદદ કરે છે. આર્થરાઈટિસ ના દર્દીઓ એ તેના જ્યૂસ નુ સેવન અવશ્ય કરવુ જોઈએ અને જેમણે આર્થરાઈટિસ ની સમસ્યા નથી તેમણે ભવિષ્યમાં તેનાથી બચવા માટે અત્યારથી આ જ્યૂસ નુ સેવન શરૂ કરી દેવુ જોઈએ. લેખક.સંકલન : તૃપ્તિ ત્રિવેદી આજે તમે આ લેખ ગુજ્જુવહાલનો દરિયોના માધ્યમાં થકી તમે હાલ વાંચી રહ્યા છો. તમે આવા રસપ્રદ લેખ વાંચવા માટે અમારું ફેસબુક પેજ " ગુજ્જુ વહાલનો દરિયો" લાઈક કરવાનું ભૂલતા નહી