Page Views: 113355

વરાછામાં થયેલી 2 લાખના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો: ક્રાઇમબ્રાંચે 3 આરોપીની કરી ધરપકડ

9 એપ્રિલના રોજ ડાયમંડ વર્લ્ડમાં આવેલી હીરાની ઓફીસમાં કામ કરી રહેલા કર્મચારીને ચપ્પુ બતાવીને આરોપીઓએ લૂંટ કરી હતી

સુરત:-

            વરાછા વિસ્તારમાંથી 2 લાખના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો છે.. આ મામલે ક્રાઈમ બ્રાંચે 3 યુવાનોની ધરપકડ કરી છે.. આરોપીઓનુ દેવુ વધી જતા આ લૂંટ કરી હતી. મહત્વનુ છે કે, 9 એપ્રિલના રોજ ડાયમંડ વર્લ્ડમાં આવેલી હીરાની ઓફીસમાં કામ કરી રહેલા કર્મચારીને ચપ્પુ બતાવીને આરોપીઓએ લૂંટ કરી હતી.

           આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. હવે મોહિત મારૂ, મેહૂલ ઠુમ્મર અને પિયુષ કેડાની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. મોહિતે ટીપ આપીને મેહૂલ અને પિયુષ પાસેથી લૂંટ કરાવી હતી.