Page Views: 134283

બાળક સાથે દુષ્કર્મ ના કેસમાં થશે મોત ની સજા: કેન્દ્રીય કેબિનેટ નો મહત્વ નો નિર્ણય

પોસ્કો એક્ટ માં ફેરફાર કરવાના પ્રસ્તાવ ને કેબિનેટ ની બેઠક માં મળી મંજુરી

સુરત-21-04-2018

કેન્દ્ર સરકારે આજે બળાત્કાર મામલે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. સાથે બળાત્કારીઓ પર લાલ આંખ કરી છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટમાં બાળકીઓ પર થતા બળાત્કાર ના બનાવમાં આરોપીને મોતની સજા આપવાનો નિર્ણય લેવાયો છે.

આજે વડાપ્રધાનના ઘરેમાં મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ અઢી કલ્લાક ચાલેલી બેઠક માં ૧૨ વર્ષથી નાની ઉંમરના બાળકો પર થતા દુષ્કર્મ ના કેસ માં આરોપીને ફસી આપવાનો કાયદો બનાવવા ના નિર્ણયને મજુર કરવામાં આવ્યો છે. આ માટે અધ્યાદેશ લાવવા માટે મંજુરી પણ આપવામાં આવી છે. તેમજ એવો પણ નિર્ણય લેવાયો છે કે રેપ ના કેસ માં તપાસ, સુનાવણી અને સજા ની કાર્યવાહી પણ ઝડપથી કરવામાં આવશે. હાલ પોસ્કો એક્ટમાં મહત્તમ આજીવન કેદ અને ઓછામાં ઓછી સાત વર્ષ ની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારની મળલી કેબિનેટ બેઠક માં ૧૨ વર્ષ સુધીના બળાત્કારમાં દોષિતને ઓછામાં ઓછી ૨૦ વર્ષની સજા અથવા આજીવન કેદ ની જોગવાઈ છે. જેમાં ફેરફાર કરી અધ્યાદેશ માં ફાસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જયારે ૧૬ વર્ષથી ઓછી ઉમરની બાળકીઓ સાથે રેપની સજામાં દોષિતોને ૧૦ વર્ષ ની સજા આપવામાં આવે છે. જે નવો કાયદો બનાવ્યા પછી તેમાં ૧૦ વર્ષનો વધારો કરીને ૨૦ વર્ષ ની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જયારે મહિલા સાથે દુષ્કર્મની સજામાં ૭ વર્ષ થી વધારીને ૧૦ વર્ષ કરવામાં આવશે. તેમજ આ સજાને આજીવન કેદ માં પણ બદલી શકાશે.