Page Views: 104490

ભારત ચંન્દ્ર યાન-2 આગામી 22મી જુલાઇએ લોન્ચ કરશે

અગાઉ 15 જુલાઇએ લોન્ચીંગ છેલ્લી ઘડીએ ટાળવામાં આવ્યુ હતું

દિલ્હી-18-7-2019

ઈસરો દ્વારા ભારતના ચંદ્રયાન-2ને લોન્ચ કરવા માટેની નવી તારીખ જાહેર થઈ ચુકી છે. હવે ચંદ્રયાન 22 જુલાઈએ બપોરે 2-43 કલાકે લોન્ચ કરવામાં આવશે. આ પહેલા 15 જુલાઈએ ચંદ્રયાનનુ લોન્ચિંગ છેલ્લી ઘડીએ ટાળી દેવામાં આવ્યુ હતુ. વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનને લઈને જનારા રોકેટના ક્રાયોજેનિક એન્જિનમાં એક લીક શોધી કાઢ્યુ હતુ.  દરેક લોન્ચ માટે એક સમયમર્યાદા હોય છે. આ સમયગાળા દરમિયાન જ ચંદ્રયાન લોન્ચ કરવુ જરૂરી છે. 15 જુલાઈએ ઈસરોને લોન્ચ કરવા માટે 10 મિનિટનો સમય મળ્યો હતો. હવે જુલાઈ મહિનામાં રોજ એક જ મિનિટ એવી છે જે દરમિયાન ચંદ્રયાન લોન્ચ થઈ શકે તેમ છે.

બીજી તરફ 31 જુલાઈ સુધીમાં જો ચંદ્રયાન લોન્ચ ના કરાય તો એ પછી તેને લઈ જવા માટે રોકેટને વધારે ફ્યુલની જરૂર પડશે. અત્યારની યોજના પ્રમાણે ચંદ્રયાન એક વખત ચંદ્રની  ભ્રમણકક્ષામાં પહોંચશે તે બાદ તે એક વર્ષ સુધી ચંદ્રના ચક્કર લગાવશે પણ જો તેને લોન્ચ કરવામાં યોગ્ય સમય પસંદ ના કરાય તો ચંદ્રની ફરતે ચક્કર લગાવવાનો સમયગાળો ઘટીને 6 મહિના જ રહી જાય તેમ છે.