Page Views: 143380

પાંડેસરા રેપ વિથ ડબલ મર્ડર કેસમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પડ્યો

હરસહાયની પૂછપરછ દરમિયાન ખુલેલા નામને આધારે હરિઓમ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરાઈ

સુરત-07-05-2018

પાંડેસરા રેપ વિથ ડબલ મર્ડરના કેસમાં પોલીસે વધુ એક આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો છે. પોલીસે મુખ્ય આરોપી હરસહાય ગુર્જરની રિમાન્ડ દરમિયાન ખુલેલા નામને આધારે પોલીસે કરેલી તપાસમાં આ આરોપી પકડાયો હતો. જેમાં રાજસ્થાન પોલીસે પણ સુરત પોલીસ ની મદદ કરી હતી.

પોલીસ કમિશ્નર સતીષ શર્માએ પત્રકાર પરીષદ માં આ તમામ તપાસ અંગેની માહિતી આપી હતી. જે મુજબ પાંડેસરામાંથી મળી આવેલી દુષ્કર્મ કરાયેલી બાળકીની લાશના કેસમાં પોલીસે ભારે મહેનત કરીને આ બનાવને ઉકેલી તેના મુખ્ય આરોપી હરસહાય ગુર્જરને રાજસ્થાનથી ઝડપી પડ્યો હતો. જેના રિમાન્ડ દરમિયાન આ કેસને લઇ વિવિધ ખુલાસાઓ થયા હતા. જેમાં હર્ષ માતા–પુત્રીને રાજસ્થાનથી લઇ આવ્યો હતો. અને તેમના પર બલાત્કાર ગુજારતો હતો. જયારે માતાની પહેલેથી પરણિત હરસહાય સાથે રહેવાની જીદને પગલે તેણે મહિલાની હત્યા કરી નાખી હતી. જે તેણીની પુત્રી સામે કરી હોવાથી થોડા દિવસ બાદ પુત્રી ની પણ હત્યા કરી નાખી ફેકી દેવાયાનું બહાર આવ્યું હતું. ૧૨ દિવસથી વધુ દિવસના રિમાન્ડ દરમિયાન હરસહાયની પુછપરછમાં હરિઓમનું નામ ખુલ્યું હતું. જેણે પણ આ બનાવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. જેને લઈને પોલીસે હરીઓમ ગુર્જર ની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન રાજસ્થાન પોલીસ ની મદદથી પકડી પડ્યો છે. હરિઓમ ની પૂછપરછ પછી મળતી વિગત ના આધારે હરસહાય ગુર્જરના ફરીથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે. હરિઓમ અને હરસહાય ગુર્જરની પૂછપરછ થાકી બાળકીની માતાની હત્યા કેવા સંજોગોમાં કરવામાં આવી અને તે માટે કઈ મોડેસ ઓપરેન્ડી અપનાવામાં આવી તે વિષે હવે પોલીસે તપાસ શરુ કરી છે.

ઉલ્લેખનીય છે કે હરસહાયની ધરપકડ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચ સહીત પોલીસને અમદાવાદ ક્રાઈમબ્રાંચ ની ટીમે સંયુક્ત ઓપરેશન કર્યું હતું.જયારે હરિઓમ ગુર્જરની ધરપકડ દરમિયાન રાજસ્થાન પોલીસે ની મદદ લઇ લીધી હતી.અને રાજસ્થાન માં ધરપકડ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત કામગીરી કરી હતી.