Page Views: 23163

વનિતા વિશ્રામમાં નટખટોનો જીવનનો પ્રથમ સ્ટેજ પ્રોગ્રામ રજૂ થયો

રાજુલ મહેતા અને મીરા શુક્લના માર્ગદર્શન હેઠળ રજૂ કરાયો સમગ્ર કાર્યક્રમ

સુરત :વર્તમાનન્યૂઝ.કોમ

વનિતા વિશ્રામ સંસ્થાએ આજથી ત્રણ વર્ષ અગાઉ 'નટખટ નેસ્ટ ડે કેર'ની સ્થાપના કરી હતી. આ નટખટના નાના ભૂલકાંઓએ રવિવારે સવારે પોતાના જીવનનો પ્રથમ સ્ટેજ પ્રોગ્રામ 'વાત્સલ્ય'માં ભાગ લઇ કર્યો હતો. આ કાર્યક્રમમાં 10 મહિનાના બાળકો, તેમના માતા-પિતા, વયોવૃદ્ધ બા-દાદા અને કેરગીવર્સ મળી અંદાજે 170 જણાએ ભાગ લીધો હતો અને ઊર્મિનાં તંતુઓ જેવી એક-એક લાગણીસભર કૃતિઓ રંગમંચ પર સફળ રીતે રજૂ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના ડિરેક્ટર રાજુલ મહેતા અને કો-ઓર્ડિનેટર મીરાં શુક્લના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યો હતો.

 

અઠવા લાઇન્સ વનિતા વિશ્રામ સંસ્થાની સ્થાપના વર્ષ 1907માં થઈ હતી. નાની વયે વિધવા થયેલા બે બહેનો શ્રીમતી બાજીગૌરી અને શ્રીમતી શિવગૌરી ગજ્જરે આજથી 112 વર્ષ પહેલા બહેનોના ઉત્થાન માટે જે પગલું ભર્યું હતું તે આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. આજે અમારી સંસ્થામાં જુનિયર કે.જી.થી લઈ ગ્રેજ્યુએટ સુધીનું એજ્યુકેશન એક જ કેમ્પસમાં ઉપલબ્ધ છે. જેમાં 11500થી વધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે.