Page Views: 37429

અંડર-૧૭ ગુજરાત ફુટબોલ ચેમ્પિયનશીપ માં ભાગ લેવા ‘ટીમ સુરત’ અમદાવાદ જવા રવાના

સુરત મનપાના ડેપ્યુટી કમિશનર, ફુટબોલ એસોસીએશન પ્રમુખ સહિતનાઓએ શુભેચ્છા આપી ઉત્સાહ વધાર્યો

સુરત-15-10-2018

ગુજરાત રાજ્ય ફુટબોલ એસોસીએશન ના નેજા હેઠળ અમદાવાદ ખાતે અમદાવાદ અને મહેસાણા એસોસીએશન દ્વારા અંડર-૧૭ વર્ષની ઇન્ટર ડીસ્ટ્રીકટ ફુટબોલ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ‘ટીમ સુરત’ એક અઠવાડીયાના પ્રિસ્ટેટ કેમ્પમાં ભાગ લેવા અમદાવાદ ખાતે જવા રવાના થઇ હતી. જયારે સુરતને રજુ કરનાર ટીમ નો ઉત્સાહ વધારવા માટે અને કોચ રિઝવાન મુલ્લા, મેનેજર સમીર સારંગ, અને ટીમ કેપ્ટન રાહુલ યાદવના નેજા હેઠળની ટીમને શુભેચ્છા આપવા મોરાભાગળના ભાણકી સ્ટેડીયમ ખાતે સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર સી.વાય ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટીમના ખેલાડીઓને હાર્ડવર્કથી ટીમને ચેમ્પિયન બનવાની શુભેચ્છા આપી હતી. એસોસીએશન ના અગ્રણી શબ્બીરભાઈ કુરેશી, સ્ટેટ સીલેક્ટર અનંદ સારંગ, ટેકનીકલ આસીસ્ટન્ટ અહેમદ સુરતી સહિતના ઓએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. એસોસીએશનના પ્રમુખ દીપકભાઈ દુધવાલા, સેક્રેટરી કમલેશ સેલર, ફુટબોલ સિનીયર વિસનસિંહ સોલંકીએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવીને અમદાવાદ ખાતે રવાના કર્યાં હતા.