Page Views: 8019

સુરતને ૩૧મી માર્ચ સુધી લોકડાઉન કરાયું : બ્રીજ બંધ કરાતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

જનતા કર્ફ્યુના બીજા દિવસે લોકડાઉન હોવા છતાં લોકો સેરસપાટા કરવા નીકળી પડ્યા

સુરત-23-03-2020

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સુરતને ૩૧ માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. સાથે સુરત શહેરમાં તાપી નદી પરના તમામ બ્રિજ આવશ્યક સેવાઓને બાદ કરતા સામાન્ય લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે આજે સવારથી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી. જેના પરિણામે પોલીસ સતત દોડી રહી છે. 

સુરતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ચાર છે. અને એકનું મોત થયું છે. જયારે શહેરમાં શંકાસ્પદ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ જનતા કર્ફ્યુનું આહવાન કર્યુ હતું અને સમગ્ર શહેર તેમાં જોડાયું હતું. જનતા કર્ફ્યુંના બીજા દિવસે લોકો જેસે થેની સ્થિતિમાં જોવા મળ્યા હતા. આજે લોકો સેર સપાટા કરવા માટે નીકળી પડ્યા હતા. જોકે કોરોનાના ચેપને ફેલાતો રોકવા માટે મનપા કમિશ્નર અને પોલીસ કમિશ્નર દ્વારા સંયુક્ત પણે તાપી નદી પરના શહેરના તમામ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરી દીધા હતા અને માત્રને માત્ર આવશ્યક સેવા માટે ચાલુ રાખવામાં આવ્યા હતા. જેને પગલે આજે પોલીસ દ્વારા તાપી નદી પરના બ્રીજો પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. અને જરૂરીયાત કામકાજ વાળા લોકોને જ જવા દેવામાં આવી રહ્યા હતા. જેને પગલે તાપી નદી પરના સરદાર બ્રિજ, કેબલ સ્ટેઇડ બ્રિજ, વિવેકાનંદ બ્રિજ, નેહરૂ બ્રિજ, જીલાની બ્રિજ, ડભોલી બ્રિજ, સવજી કોરાટ બ્રિજ, વિયર કમ ક્રોઝવે, મોટા વરાછા બ્રિજ, અમરોલી બ્રિજ સહિતના મોટા ભાગના બ્રિજના બંન્ને છેડે ટ્રાફિક જામની સાથે બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મીઓ સાથે લોકોએ ઘર્ષણ કર્યુ હતું. 

::::: સુરતને ૩૧મી માર્ચ સુધી લોકડાઉન કરાયું :::::

જનતા કર્ફ્યુના દિવસે જ એક કોરોનાગ્રસ્ત વૃધ્ધનું મોત થતા તકેદારીના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ ૨૫ સુધી સુરતને લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. અને જે બાદ તેને વધારીને ૩૧ તારીખ કરી દેવા આવી છે. જેથી આગામી તારીખ ૩૧ માર્ચ સુધી સુરત શહેર લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેને પગલે માત્ર ને માત્ર આવશયક સેવાઓ ચાલુ રહેશે. તેવો નિર્ણય જાહેર કર્યો હતો. જેથી શહેરીજનોને આગામી દિવસમાં ઘરમાં રહેવા તાકીદ કરવામાં આવી હતી. પરંતુ તેમ છતા પણ રસ્તા પર નજરે પડી રહ્યા છે.