Page Views: 11535

ચાઇનાનો કોરોના રાજ્યના ફર્નિચર ઉદ્યોગને પણ કોરી ખાશે

બે મહિના સુધી કન્ટેનરોની આયાત નહીં થવાની હોવાથી રાજ્યના ફર્નિચર ઉદ્યોગને મોટા પ્રમાણમાં ફટકો પડે છે

સુરત-13-2-2020

ચીનના હુબેઇ પ્રાંતનું વુહાન શહેર કોરાના વાયરસે હાહાકાર મચાવ્યો છે  જેના કારણે વિશ્વના તમામ દેશો દ્વારા ચીન સાથેના તમામ વ્યવહારો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેની અસર ભારત પર પણ થઇ રહી છે. તમામ ઉદ્યોગો સાથે ચીનથી ઇમ્પોર્ટ થતાં ફર્નિચર તેમજ તેના મટિરીયલના બિઝનસને પણ ગંભીર અસર પડી છે. ચીનથી ગુજરાતમાં મહિને ૩૬૦૦ જેટલા કન્ટેનર ફર્નિચર તેમજ તેનું મટિરીયલ આયાત થાય છે. જેના કારણે મહિને અંદાજે રૂ. ૧૫૦ કરોડનું નુકશાન થાય તેવી શકયતાઓ સેવાય રહી છે.  આ પ્રતિબંધ લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે અને તેના કારણે આગામી દિવસોમાં સ્થાનિક ઉદ્યોગોને રો મટીરીયલ્સને લઇને મોટી સમસ્યાનો સામનો કરવાનો વખત આવી શકે છે. , તૈયાર ફર્નિચરના રોજના ૨૦ કન્ટેનર જયારે મટિરીયલના રોજના ૧૦૦ કન્ટેનરની ગુજરાતના વેપારીઓ આયાત કરે છે. એટલે કે મહિને ૩૬૦૦ જેટલા કન્ટેનરની આયાત હાલ સંપૂર્ણ બંધ છે, જેના કારણે વેપારને એક અંદાજ પ્રમાણે મહિને રૂ,. ૧૫૦ કરોડનું નુકશાન થાય તેવી શકયતાઓ છે. ચીનથી ફર્નિચર અને મટિરીયલની આયાત ગોન્ઝાવ પ્રાંતના ફોશાન સિટીથી થાય છે. જે હુબેઇ પ્રાંતના વુહાન જે કોરાના ઇફેકટેડ છે ત્યાંથી માત્ર ૧૦૦૦ કિ.મી.ના અંતરે જ આવેલું છે., ચીનની પ્રોડકશન ક્ષમતાને પહોંચી વળવું ભારત માટે અશકય છે. ચીનમાં પ્રોડકશન ઇન્ડસ્ટ્રીમાં ૧૦૦ ટકા મહિલાઓ કામ કરે છે. તેમજ તેમના મટિરીયલની કોસ્ટ ઘણી જ ઓછી હોય છે. જેની સામે ભારતમાં પ્રોડકશન ઇન્ડસ્ટ્રીમાં પુરૂષો વધારે કામ કરે છે અને મટિરીયલ પણ મોદ્યું પડે છે. તાજેતરમાં જ એક જ મટિરીયલનો ઓર્ડર ભારત અને ચીનમાં આપ્યો હતો. જેમાં ભારતથી ૩૦ દિવસમાં ૩૫૦ કાર્ટન માલ આવ્યો હતો. જયારે ચીનથી ૩૫ દિવસમાં ૧૫૦૦ કાર્ટન માલ આવ્યો હતો.