Page Views: 9881

રેવન્ના પરિવારે ડ્રાયવરની જમીન પડાવી લેતા પ્રજવલની કામલીલા જાહેર થઇ

ત્રણ હજાર જેટલા વિડીયો જોવા માટે 10 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી- પિડીતાઓના નિવેદનો લેવાનું શરૂ કરાયું

બેંગ્લુરૂ- વર્તમાન ન્યૂઝ.કોમ

પ્રજવલની કામલીલાને બહાર લાવવામાં તેના ડ્રાઇવર કાર્તિક ગૌડાની મુખ્ય ભૂમિકા છે. કાર્તિક ગૌડા ૧૫ વર્ષથી રેવન્ના પરિવારમાંડ્રાઇવર હતો અને પ્રજવલનો ખાસ મનાતો હતો. કાર્તિક ગૌડા પ્રજવલના પાપનો સાક્ષી હોવાનું મનાય છે. રેવન્ના પરિવારે કાર્તિકની જમીન છીનવી લેતા કાર્તિકે તેમની સામે કેસ કરી દીધો હતો. પ્રજવલ તથા તેના માણસોએ કાર્તિકના ઘરમાં ઘૂસીને તેની પત્ની તથા પરિવારજનોને ફટકારતા કાર્તિકે પ્રજવલે ઉતારેલી સેક્સ સીડીઓની પેન ડ્રાઇવ ભાજપના નેતા દેવરાજ ગૌડાને સોંપી દીધી હતી. જેડી(એસ)ના સાંસદ પ્રજવલના કેસમાં  કર્ણાટક સરકારે સિટની રચના કરી છે અને આ સિટમાં કુલ ૧૮ અધિકારી ફાળવ્યા છે. તેમાથી દસ અધિકારી તો ફક્ત પ્રજવલ રેવન્નાના વિડીયો જોવા માટે જ કામે લગાડવા પડયા છે. તેનુંકારણ ે છે કે રેવન્ના સેક્સ કાંડની પેન ડ્રાઇવમાં કુલ ૨,૯૭૬ વિડીયો છે. દરેક પોલીસ અધિકારીને ૩૦૦ વિડીયો જોવાનું કામ સોંપાયું છે. પોલીસ ઓફિસર વિડીયો જોઈને પીડિતાઓની ઓળખ કરી રહ્યા છે. ઓળખ કરવામાં પ્રજવલના ઘરના સ્ટાફની મદદ લેવાઈ રહી છે. પ્રવલે તેમની સાથે કરેલી ગંદી હરકતોની નોંધ કરીને ઇન્વેસ્ટિગેશન ટીમને આપી રહ્યા છે. તેના આધારે ઇન્વેસ્ટિગેશન ટીમ પીડિતાઓને બોલાવીને તેમના નિવેદનો નોંધી રહી છે. પોલીસે અત્યાર સુધી પાંચ પીડિતાઓના નિવેદન નોંધ્યા છે. પ્રજવલના અશ્લીલ વિડીયોમાં દેખાતી મહિલાઓ નગ્નાવસ્થામાં કે અર્ધનગ્નાઅવસ્થામાં છે. આ મહિલાઓ રડતા રડતા પોતાને છોડી દેવા માટે વિનંતી કરી રહી છે, જ્યારે પ્રજવલ નફટાઇથી તેમનો વિડીયોશૂટ કરી રહ્યો છે. પીડિતાઓમાં મોટાભાગની રેવન્ના અને પ્રજવલના મતવિસ્તારમાંથી કામ માટે આવેલી યુવતીઓ હતી. પ્રજવલ તેમને કામના બહાને ઘરમાં જ બનાવેલી ઓફિસમાં લઈ જતો અને પોતાની હવસનો શિકાર બનાવતો હોવાનું સિટના સૂત્રોનું કહેવું છે.