Page Views: 13445

મતદાન જાગૃતિ માટે સુરતની દીકરી નવ્યાનો યુ ટ્યુબના માધ્યમથી સુંદર પ્રયાસ

મેહુલ બુચે લખેલા ગીતમાં સંગીત દર્શન ઝવેરીનું છે અને દિગ્દર્શન નિલેશ ચોવટિયા અને સંકલન કરણ ઠક્કરનું છે
https://youtu.be/5a0b_uEWy5w?si=Q36HhcApMQszAHIc

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

લોકશાહીના મહા પર્વ સમાન ચૂંટણીઓના સમગ્ર દેશમાં પડઘમ વાગી રહ્યા છે અને આગામી 7મી મે ના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે સરકારી તંત્ર અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ સુરતની દીકરી નવ્યા વાયડાએ મતદાન જાગૃતિ માટે ગાયેલા ગીતે યુ ટ્યુબ ઉપર ધૂમ મચાવી છે. મેહુલ બુચ દ્વારા આ ગીત લખવામાં આવ્યુ છે જ્યારે દર્શન ઝવેરીએ તેનું સંગીત આપ્યુ છે. નિલેશ ચોવટિયાએ દિગ્દર્શન આપ્યુ છે અને કરણ ઠક્કરે સંકલન કર્યુ છે. સુરત શહેરના વેસુ ખાતે આવેલી રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતી નવ્યા વાયડા હાલમાં ભારતિય ક્લાસીક સંગીતની વિશારદની તાલિમ લઇ રહી છે અને તે સેકન્ડ ઇયરમાં છે હજુ પાંચ વર્ષ સુધી તે વિશારદની તાલિમ લેશે. 

નવ્યાએ ગાયેલા ગીતના આ છે શબ્દો....

 

ગીત સાંભળવા માટે અહીં ક્લીક કરો....

https://youtu.be/5a0b_uEWy5w?si=Q36HhcApMQszAHIc