Page Views: 11949

ચેમ્બર ઓફ કોમર્સ તથા સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સીલના સંયુકત ઉપક્રમે Convention of NGOs કાર્યક્રમ યોજાશે

એનજીઓની વિવિધ સેવાઓની ગુણવત્તા અંગે ચર્ચા કરવા અને તેને વધારવા અને સંસ્થાઓ વચ્ચે વધુ સારા સહકારને પ્રોત્સાહન આપવાના હેતુથી કાર્યક્રમનું આયોજન

સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સીલના સંયુકત ઉપક્રમે બુધવાર, તા. ૧લી મે, ર૦ર૪ના સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે Convention of NGOs વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પૂર્વ પાણી પુરવઠા મંત્રી શ્રી નાનુભાઇ વાનાણી મુખ્ય મહેમાન તરીકે પધારશે અને વિવિધ એનજીઓના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓને સંબોધન કરશે. 

એનજીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તા અંગે ચર્ચા કરવા અને તેને વધારવા અને સંસ્થાઓ વચ્ચે વધુ સારા સહકારને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટર ટ્રસ્ટના ચેરમેન શ્રી અશોક કાનુન્ગો અને છાંયડોના પ્રમુખ શ્રી ભરતભાઇ શાહ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે અને તેઓ પણ વકતવ્ય રજૂ કરશે.