Page Views: 41308

પંચમ ગ્રુપ દ્વારા દિલીપકુમારનાગીતોની સ્પર્ધા યોજાઈ

કુલ 75 સ્પર્ધકોએ દિલીપ કુમારના ગીતોની સ્પર્ધામાં ભાગ લીધો

સુરત-9-12-2019

બુધવારે મહાન અભિનેતા દિલીપ કુમાર ૯૬ વર્ષના થશે. તે નિમિત્તે એમનું કાર્ય-કવન નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી પંચમ ગ્રુપ ઓફ મ્યુઝીક દ્વારા ‘દિલીપ કુમાર પર ચિત્રિત ગીતો ગાવાની હરીફાઈ’યોજાઈ હતી. આ સ્પર્ધા માટે ૭૫ ઓડિશન આવ્યાં હતાં, તેમાંથી પસંદ થયેલાં ૩૦ ગાયકોએ દિલીપ સાબના યાદગાર ગીતો રજુ કર્યા હતાં.

આ સ્પર્ધામાં ઉસ્માનપાનવાલા (આજ કી રાત મેરે દિલ કી સલામી લેલે) પ્રથમ,સાજીદ મલિક (આજ પુરાનીરાહોં સે) બીજા અને તન્વીર પટેલ, ભરૂચ (ન તું જમી કે લિયે ન આસમાં કે લિયે) ત્રીજા ક્રમના વિજેતા બન્યાં હતાં. વરિષ્ઠ નાગરિકો માટેના ઇનામો ડૉ. કિશોર પવાર (સુખ કે સબ સાથી), દિવ્યાંગ ત્રિવેદી (મધુબન મેં રાધિકા નાચે રે) અને હર્ષદ પટેલ, વલસાડ (તેરે હુસ્ન કી ક્યા તારીફ કરું) જીત્યાં હતાં. તે ઉપરાંત પ્રોત્સાહન ઇનામો ભૂમિકા પંચાલ (આજા રે પરદેસી), ધર્મેશ ભગત (મુઝે દુનીયાવાલો શરાબી ન સમજો), દિલીપકોટેચા (યે હવા યે રાત યે ચાંદની), ક્રીશનાકાપડીઆ (આજા રે પરદેસી), મુન્ના રાજ (આજ કી રાત મેરે દિલ કી સલામી લે લે), નેન્સી વૈદ્ય (હર કરમ અપના કરેંગે અય વતન તેરે લિયે) અને રાજેન્દ્રમ્યાનગર (યે મેરા દીવાનાપન હૈ)ને અપાયાં હતાં. ભાગ લેનારાતમામને પ્રમાણપત્રો અપાયાં હતાં.

સ્પર્ધાના નિર્ણાયક રૂપે પંકજભાઈ શાહ અને કેતનભાઈદેસાઈએ સેવા આપી હતી. આ સ્પર્ધાનું સંચાલન નરેશ કાપડીઆએ કર્યું હતું. પ્રયોજન ભદ્રેશભાઈ શાહે કર્યું હતું. પ્રાસંગિક વિધિઓ રીધ્ધીશભાઈ શ્રીકુમારે કરી હતી.