Page Views: 8895

આરોગ્ય વિભાગે શહેરમાં 14 આઇસક્રીમ પાર્લરોમાંથી નમુનાઓ લીધા

તમામ સેમ્પલ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા ખામી જણાશે તો પગલા ભરાશે

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા આઇસક્રીમ પાર્લરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ પાર્લરો પરથી આરોગ્ય વિભાગ દ્વારા આઇસક્રીમના વિવિધ સેમ્પલો લેવામાં આવ્યા હતા. તેમજ આ તમામ સેમ્પલોને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં આ તમામ સેમ્પલના રિપોર્ટ આવશે અને ત્યાર બાદ જો તેમાં કોઇ ખામી હશે તો આઇસ ક્રીમ પાર્લરોના સંચાલકો સામે પગલા ભરવામાં આવશે. ઉનાળાના દિવસોમાં શહેરીજનો ફ્રુટ જ્યુસ, આઇસક્રીમ શ્રીખંડ જેવી ઠંડક આપતી ચીજ વસ્તુનું મોટા પ્રમાણમાં સેવન કરે છે. તેના કારણે જ આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા પગલા ભરવાના હેતુસર ઓપરેશન હેલ્થ કેર અંતર્ગત આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવે છે. 

શહેરમાં આ આઇસક્રીમ પાર્લકો પરથી આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા 

ક્રમ

સંસ્થાનું નામ

સંસ્થાનુ સરનામુ

કૃષ્ણ આઈસ્ક્રીમ,

અક્ષર સંકુલ, નાનપુરા, સુરત

મનમોહક આઈસ્ક્રીમ

7/3904 A-B, રૂઘનાથપુરા મેઈન રોડ, સુરત

હિમ ક્રીમ આઈસ્ક્રીમ એંડ કેન્ડી

62, વિભાગ 3, શ્યામધામ સો. નં. ઉડાન શાળા, શ્યામધામ ચોક સુરત

ઉમિયા એજન્સી

પ્લોટ નં. 29,30, જી.એફ.ગોકુલધામ સોસાયટી, વરિયાવ રોડ, જહાંગીરપુરા, સુરત.

મોમ્સ એન્ડ સન્સ

4/102, સોની ફળિયા, વરિયાવ ઓલી મસ્જિદ પાસે, રાંદેર, સુરત

નીલકંઠ એજન્સી

પ્લોટ નં-2, મહાપ્રભુનગર, લિંબાયત, સુરત

બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને કોલેટી

પ્લોટ નં. 3, GF, કલ્યાણ નગર સો., પુના સિમાડા રોડ, સુરત.

સુરત એજન્સી

6-બી, બંદરીયા એસ્ટેટ, સંદેશ પ્રેસની પાસે, ખટોદરા, સુરત

ન્યૂ હિમ ક્રીમ આઈસ્ક્રીમ અને કેન્ડી

દુકાન નં.1, શ્યામધામ સો. વિભાગ 2, નાના વરાછા, સુરત

૧૦

જલારામ એજન્સી

કતારગામ રોડ, સુરત.

૧૧

માધવ આઈસ્ક્રીમ

125,126, ભવાની ઇન્ડસ્ટ્રીઝ., કડોદરા રોડ, સુરત.

૧૨

ગજાનંદ સેલ્સ

એ-40, દેવચંદ નગર, ઉધના, સુરત

૧૩

ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર

દુકાન નંબર જી-10 પ્લેટિનમ પ્લાઝા મેઈન રોડ, બરોડા બેંકની બાજુમાં ઉન્ન- સુરત

૧૪

હેવમોર આઈસ્ક્રીમ એજન્સી

પ્લોટ નંબર બી/1 પટેલ ઇન્ડ એસ્ટેટ, બાંબાવાડી, કતારગામ, સુરત.