Page Views: 149407

કોઝ-વેના ગેટ ની મરમ્મત કરવા માટે ૧૫ દિવસ માટે કરાયો બંધ

વાહન ચાલકો ડભોલી તેમજ જીલાણી બ્રિજ નો ઉપયોગ કરી શકશે

સુરત-17-04-2018

સુરત શહેર ના રાંદેર-સિંગણપોર ને જોડતાં વિયર-કમ-કોઝવે ના ગેટ ની મરમ્મત કરવાની જરૂર ને ધ્યાને રાખી ને કોઝ -વે ને ૧૫ દિવસ બંધ કરવા માં આવ્યો છે.જેથી કોઝ-વે પરથી જતા લોકોએ આ અંગે ધ્યાન રાખી અન્ય રસ્તાનો ઉપાયો કરવો.

શહેર માં આવેલ વિયર કોઝ-વે લોકો ને પાણી પૂરું પડે છે.ત્યારે તેના ગેટ ની મરમ્મત કરવી જરૂરી બની ગઈ હતી.જેને ધ્યાને રાખી ટુક સમય માટે કોઝ-વે ને બંધ કરી દેવાયો છે.ત્યાં રાંદેર –સિંગણપોર ને જોડતા આ બ્રીજને 15 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. તારીખ 16 થી લઈ ને 30 તારીખ સુધી કોઝવે ના 16 ગેટ મરમ્મત કરાશે. એક પછી એક ગેટ કાઢી ને તેની સફાઈ કરાશે અને કલર કામ કરાયા બાદ પુન: ફીટ કરવાની કામગીરી ચાલશે. તે માટે આ મહિના ના એન્ડ સુધી કોઝવે બંધ રાખવામાં આવ્યો છે.તેમ પાલિકાના હાઈડ્રોલિક ખાતા એ જણાવ્યું છે. કોઝ-વે બંધ રહેવાથી વાહન વ્યવહારમાં ભારે અગવડતાં રહેશે.કોઝ-વે થઇ જનારા લોકો એ હવે મુગલસરાય થી લઈ ચોક વિસ્તારમાંથી થઇ જવું પડશે.તેમજ વાહન ચાલકો નવા બે બ્રિજ ડભોલી બાદ જીલાણી બ્રિજ નો ઉપયોગ કરી પોતાના સ્થળે જઈ શકશે.