Page Views: 100736

અમદાવાદમાં એક સાથે કોરોનાના 8 કેસ પોઝીટીવ આવ્યા

અમદાવાદમાં કુલ 31 વ્યક્તિ કોરોનાની ઝપટમાં

અમદાવાદ-1-4-2020
કોરોના વાઈરસનું એપિસેન્ટર અમદાવાદ બન્યું છે. અમદાવાદમાં આજે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બન્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયાને કોરોના વાઈરસને પગલે ઉદભવેલી સ્થિતિની માહિતી આપી હતી.
રાજ્યના આરોગ્ય સચિવે લેટેસ્ટ આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના છે. એક 52 વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. બીજા એક 18 વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. એક 45 વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 61 વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાલસ કર્યો હતો. તો અન્ય એક 64 વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 83 થયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ આંકડો 83એ પોહોંચી ગયો છે. ખાલી અમદાવાદની વાત કરીએ તો કુલ 31 કેસો અમદાવાદના છે. રાજ્યમાં અત્યારસુધી 1586 લોકોના કોરોનાના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.