Page Views: 15288

ગેસ બોટલો રિફિલિંગ કરવાના કૌભાંડમાં 13 દુકાનદારો સામે ગુનો દાખલ

પોલીસે 41 ગેસ સિલિન્ડર સહિતનો મુદામાલ કબજે કર્યો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રિફલિંગ કરતી અલગ અલગ 13 દુકાનો પર રેઈડ કરી સુરત પોલીસે કુલ 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કહ્યું કે, ગેસ સર્વિસની આડમાં આરોપીઓ ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતા હતા. બે દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 13 વ્યક્તિ વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

પોલીસે દરેક ટીમમાં 4 અધિકારીઓની 4 અલગ અલગ ટીમ બનાવી હતી. કુલ 20 પોલીસ કર્મચારી અને અધિકારીઓએ એક સાથે કાપોદ્રામાં અલગ અલગ કુલ 13 જગ્યા પર રેઈડ કરી 13 દુકાનદારોને રંગેહાથ ગેસના બાટલામાંથી ગેસ રિફલિંગ કરતા ઝડપી પાડ્યા હતા. 13 દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના ગેસના મોટા તથા નાના ભરેલા ગેસના બાટલાઓ તથા ખાલી ગેસના બાટલા મળી કુલ 41 બાટલા તેમજ ગેસ રિફલિંગનું મશીન નંગ 13, ઈલેક્ટ્રીક વજન કાંટા 13, ગેસ ભરવાનો વાલ 13 સહિતનો 1,44,100નો મુદ્દામાલ કબ્જે લીધો છે. 13 ઈસમો વિરુદ્ધ અલગ અલગ 13 ગુના દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ દુકાનદારો વિરુદ્ધ ગુનો નોંધાયો 

વિકાસ બાવચંદ મારુ (202, શ્રદ્ધા પાર્ક એપાર્ટમેન્ટ, વરાછા), મનોજ ગિરધર કાનાબાર (206, ગોપીનાથ કોમ્પલેક્સ, હીરાબાગ, વરાછા), લલિત ગોવિંદ ચંદેલ (212 રામદેવ રેસીડેન્સી, તાતી થૈયા ગામ, કડોદરા), નીતીશકુમાર વિનોદ પટેલ (ધરતીનગર આવાસ, અરોલી), માધવ રતનલાલ ખટીક (બજરંગનગર સોસાયટી, સીમાડા નાકા, કાપોદ્રા), મુકેશ રાજુ મીર (રઘુભાઈના મકાનમાં ભરવાડ ફળીયું, કાપોદ્રા), વિપુલ વરસુ મેર (રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળીયું, કાપોદ્રા), સુરેશ રામચંદ્ર તૈલી (ઈન્દીરાનગર હિરાબાગ કાપોદ્રા), અશોક રતનલાલ ખટીક (સુમન મંદીર આવાસ, ઉત્રાણ પાવર હાઉસ પાસે), ઘનશ્યામ બાલુ લુણાગરીયા (નિલંકઠ સોસાયટી, કાપોદ્રા), કનૈયાલાલ જગદીશ ખટીક (શાંતિકુંજ સોસાયટી, પર્વત પાટીયા), પપ્પુસિંગ સોહનસિંગ (માન સરોવર સોસાયટી, ગોડાદરા), બાવચંદ મોહન કપોપરા (વિરાટનગર સોસાયટી, કાપોદ્રા) આ તેર આરોપી વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.