Page Views: 15962

સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સંચાલિત જે.ડી.ગાબાણી લાઈબ્રેરી ખાતે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે પુસ્તક મેળાનું આયોજન

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર સિંહ ચાવડા અને વક્તા ડો.અંકિતા મુલાણી ખાસ ઉપસ્થિત રહ્યા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

આજ રોજ તા.23 એપ્રિલ 2024ને માંગળવારના રોજ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરત, સંચાલિત જે.ડી.ગાબાણી લાઈબ્રેરી અને શ્રી ડી.બી. તેજાણી વાચનાલયમાં પુસ્તક પ્રદર્શન અને પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમેળો તા.25મી એપ્રિલ સુધી એટલે કે સતત ત્રણ દિવસ સુધી કાર્યરત રહેશે. સાહિત્ય સંગમ સુરતના સહયોગથી આ પુસ્તકમેળામાં પુસ્તકોના પ્રદર્શન તથા વેચાણ માટે મુકવામાં આવ્યા છે. આજે સવારે પુસ્તકમેળાનું ઉદઘાટન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, ડો.અંકિતા મુલાણી તથા લેખક આશિષ ભલાણીના હસ્તે કરવામાં  આવ્યું હતું. વિશ્વ પુસ્તકદિનના આ ખાસ કાર્યક્રમમાં મહેમાનોએ પુસ્તકનું જીવનમાં શું મહત્વ છે એ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં સંસ્થાના મેને.ટ્રસ્ટી માવજીભાઇ માવાણી, મંત્રી ડો. મુકેશ નાવડિયા, ઉપ પ્રમુખ રસિક ઘેલાણી, સહમંત્રી બાબુભાઇ લુખી, ખજાનચી વિજય પદમાણી, સંસ્થાના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો તથા લાઈબ્રેરી કમિટીની સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડો.મુકેશ નાવડિયાના જણાવ્યા પ્રમાણે લોકોમાં ઇત્તર વાંચનનો રસ વધારવાના પ્રયાસરૂપે તથા વિશ્વ પુસ્તક દિનના મહિમાને લોક માનસ સુધી પહોંચાડવા માટે લાઈબ્રેરી દ્વારા આ પ્રયાસ કરવામાં આવેલ છે. પુસ્તકની દુનિયામાં લોકો ડોકીયુ કરશે તો જ પુસ્તક તરફ તેમને વળી શકાશે. જેમ મીઠાઇ દુકાને પણ મીઠાઇ ખરીદતા પહેલા ગ્રાહકને મીઠાઇ ચખાડવામાં આવે છે તેમ જે ડી ગાબાણી લાઈબ્રેરી પણ પુસ્તકોમાં રહેલા વાંચન રસને ચખાવડાનું કામ કહેછે. જે આ વાચનરસ ચાખશે એને અમે આખો રસથાળ પીરસવા ઉત્સાહિત છીએ.

જે ડી ગાબાણી લાઈબ્રેરી 75 હજારથી પણ વધારે પુસ્તકો ધરાવતી વરાછા વિસ્તારની સૌથી મોટી લાઈબ્રેરી છે. જ્યાં વાચકોની 100 ટકા ડિમાન્ડ પુરી કરવામાં આવે છે. આ લાયબ્રેરીમાં આવતા વાચકને ઇચ્છે તે પુસ્તક આપવા અમે કટીબદ્ધ છીએ.