Page Views: 16531

ડિસ્ટ્રીક્ટ 3232 F-2નું વાર્ષિક અધિવેશન અનંતસૂત્રનું સફળ આયોજન

ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન દિપક પખાલે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

પ્રેસ અને પબ્લીસીટી ચેર પર્સન લાયન કીર્તિ શાહે એક યાદીમાં જણાવ્યું છે કે, ગત તા. 14.4.2024ના રોજ ડિસ્ટ્રીક્ટનું 20મું અધિવેશન અનંતસૂત્ર સફળતા પૂર્વક સંપન્ન થયું હતું. અધિવેશનમાં ચેરપર્સન અને ડિસ્ટ્રીક્ટ ગવર્નર દિપક પખાલેના નેતૃત્વમાં કમિટી ચેર પર્સન નિશીથ કિનારીવાલા અને તેમની સંપુર્ણ વિવિધ કમિટીઓના અથાક પ્રયત્નો થકી અનંતસૂત્ર સંપુર્ણ સફળ રહ્યું હતું.

સમારોહના મુખ્ય મહેમાન તરીકે ગેટ એરિયા લીડર આર. સુનિલ કુમાર ખાસ હૈદરાબાદથી પધાર્યા હતા. ઉપસ્થિત લાયન લીડરોને સંબોધન કરતા તેમણે લાયન્સ ઇન્ટરનેશનલના ઉદેશો ચરિતાર્થ કરવા નિષ્ઠા પૂર્વક પ્રયાસો કરવા જણાવ્યું હતું. 1.5 મિલિયનનો ટાર્ગેટ સર કરવા આહવાન કર્યું હતું. એસ્ટીમ ગેસ્ટ તરીકે વડોદરાથી આઇડી એન્ડર્શી રમેશ પ્રજાપતિ અને અતિથી વિશેષ તરીકે ડિસ્ટ્રીક્ટ 3232 એફ-1ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર વિજયસિંહ ઉમટ, વીએમસીસી મુકેશ પટેલ, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર પરેશ પટેલ અને સેકન્ડ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર મોનાબેન દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચનમાં ડિસ્ટ્રીક્ટ ગવર્નર દિપક પખાલેએ સૌને આવકાર્યા હતા તથા સમગ્ર વર્ષ દરમ્યાન ક્લબોએ કરેલી સેવાકિય પ્રવૃત્તિને બિરદાવી હતી. સાથો સાથ વર્ષ દરમ્યાન વિશેષ યોગદાન દ્વારા કરેલી પ્રવૃત્તિઓ માટે લાયન સભ્યોને મેડલ અને સર્ટીફિકેટ દ્વારા બિરદાવ્યા હતા.

કમિટી ચેર પર્સન નિશીથ કિનારીવાલાએ અનંત સૂત્રના આયોજનમાં મદદરૂપ થનારા દરેક કમિટી ચેર પર્સન અને કમિટી સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન જીએસી ડિસ્ટ્રીકટ કો-ઓર્ડિનેટર નિશી અગ્રવાહના નેતૃત્વમાં થયેલી તત્કાલિન સેવા પ્રવૃત્તિઓમાં 3 લાખથી વધુના અનુદાન થકી 55 વ્હીલચેર તેમજ 3.50 લાખથી વધુના અનુદાન થકી 54 નંગ સિવવાના સંચાનું લાભાર્થીઓને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ ક્લબો દ્વારા 51 હજાર રૂપિયાથી લઇને 11 લાખ રૂપિયા સુધીની કૂલ અંદાજે 30 લાખ રૂપિયાની નાણાકિય સહાય પ્રાપ્ત થઇ હતી.

અનંતસૂત્ર અધિવેશનમાં પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર અરવિંદભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર વર્ષ દરમ્યાન અવસાન પામેલા લાયન મિત્રોને શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ક્લબોએ વર્ષ દરમ્યાન કરેલી સેવાકિય પ્રવૃત્તિઓની ઝાંખી ઓડિયો વિડીયો ક્લીપ દ્વારા સંજય દેસાઇના નેતૃત્વમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. જે તે ક્લબોના રેકોર્ડનું નિદર્શન પણ લતા અભાણીના નેતૃત્વમાં રાખવામાં આવ્યું હતું. એલસીઆઇમાં ડોનેશન આપનારા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષમાં આગામી વર્ષ 2024-15ના વર્ષના ડિસ્ટ્રીક્ટ 3232 એફ-2ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર પરેશ પટેલ, પ્રથમ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર મોન દેસાઇ તથા દ્વિતિય વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે હેમલ પટેલની વરણી થઇ હતી. જેમનું ડિસ્ટ્રીક્ટ ગવર્નર દિપક પખાલે અને અન્ય મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચથી ભીલાડ તથા બારડોલી, મઢી, સેલવાસ સુધી વિસ્તરેલા ડિસ્ટ્રીક્ટની વિવિધ ક્લબોમાંથી 900થી પણ વધારે સભ્યોની હાજરીમાં અનંત સૂત્ર કાર્યક્રમ રંગેચંગે સંપન્ન થયો હતો. ડિ.સી. કન્વેનશન રાજેશ અગ્રવાલ, મંત્રી દિનેશ વખારીયા, ખજાનચી કેતન સુખિયાજીવાલા અને સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.