Page Views: 12904

સુરતમાં અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ

લોકસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

વર્ષ 2019માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે માથાનો દુઃખાવો સાબિત થયેલી આમ આદમી પાર્ટીના એક પછી એક હોદેદારો હવે આપને રામ રામ કરી રહ્યા છે. નવથી વધારે કોર્પોરેટરોએ સુરત મહાનગર પાલિકામાં ભાજપના ઇશારે રાજીનામા આપ્યા બાદ હવે  લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ધાર્મિક-અલ્પેશે ઈસુદાન ગઢવીને રાજીનામુ મોકલી આપ્યુ છે. સુરતમાં અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સહિતના અનેક નાના મોટા કાર્યકરો પણ હવે આપમાં કામ કરવા માંગતા ન હોવાની હવા ચાલી રહી હતી. હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ બાદ હવે પાસના આ બધા જ કાર્યકરો પણ ભાજપની કંઠી બાંધશે એવુ લાગી રહ્યુ છે. બીજી તરફ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઇ ભવિષ્ય દેખાતું ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. વરાછા વિધાનસભા બેઠક ઉપર કુમાર કાનાણી જેવા ધુરંધર ઉમેદવાર સામે આપમાંથી ઉમેદવારી નોંધાવીને તેમને ફાઇટ આપનારા અલ્પેશ કથિરીયા સહિતના નેતાઓ પણ હવે આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે એવી અટકળો વહેતી થઇ છે.