સાંધીયેર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે સાંધીયેર પ્રાથમિક શાળા અને આધી પ્રાથમિક શાળા ખાતે વિવિધ સેવાકીય અને લોકકલ્યાણકારી કાર્યક્રમો યોજાયા હતા. સર્વોદય જન કલ્યાણ ટ્રસ્ટ તથા સાંધીયેર સેવા સહકારી મંડળીના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ સહાય કરવામાં આવી હતી.
સાંધીયેર પ્રાથમિક શાળાના આશરે 150 વિદ્યાર્થીઓને શાળા ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળામાં CCTV કેમેરા સ્થાપન માટે ₹58,000ની સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના માટે ₹28,000ના વાસણોના સેટનું દાન કરવામાં આવ્યું હતું.
150 વિદ્યાર્થીઓને શાળા ડ્રેસ
સાંધીયેર પ્રાથમિક શાળાના આશરે 150 વિદ્યાર્થીઓને શાળા ડ્રેસ અપાયા.
આ સાથે સાંધીયેર ગામના આશરે 300 ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. અન્ય દાતાશ્રીઓ દ્વારા ₹11,000ની આર્થિક સહાય પણ આપવામાં આવી હતી.
આધી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી
આધી પ્રાથમિક શાળામાં પણ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુક, પેન, પેન્સિલ અને રબરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં જરૂરી સામગ્રી મળી રહે તે હેતુથી આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આધી ગોલા ગામના આશરે 200 ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક સામગ્રી સાથે સહાય
આધી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ અને રબરનું વિતરણ કરાયું.
આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
કાર્યક્રમમાં સર્વોદય જન કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ તથા ખેડૂત અને સહકારી આગેવાન દર્શનકુમાર એ. નાયક, ટ્રસ્ટના મંત્રી જયેન્દ્રભાઈ દેસાઈ, સાંધીયેર સેવા સહકારી મંડળીના પ્રમુખ વિરલભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, મોરથાણ ગામના સરપંચ જયેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સુનિલભાઈ પટેલ, સંકેતભાઈ પટેલ, જેનીશભાઈ પટેલ, ભુપતભાઈ પટેલ, શાંતિભાઈ મીરજા, ચંદુભાઈ પટેલ, અંકુરભાઈ સુરતી, વિદ્ધાર્થભાઈ પંડ્યા, સંજયભાઈ પટેલ, શૈલેશભાઈ ભટ્ટ, બાબુભાઇ પટેલ, ભરતભાઈ પુરોહિત અને ભરતભાઈ પટેલ સહિત બંને શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સેવા કાર્યોને વેગ આપવાનો સંકલ્પ
ગાંધીજી અને શાસ્ત્રીજીના જીવનમૂલ્યોને યાદ કરી શિક્ષણ, સેવા અને સમાજકલ્યાણના કાર્યોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરાયો.