આણંદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર આણંદ નજીક બુધવારે વહેલી સવારે સુરતથી રાજસ્થાન જઈ રહેલી ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ હતી. સવારે આશરે 4 વાગ્યે બનેલા આ અકસ્માતમાં બસમાં સવાર 5 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ બસમાં આશરે 30થી 40 મુસાફરો સવાર હતા.

વહેલી સવારે અકસ્માત
અકસ્માન સમયે બસમાં સવાર ઘણા મુસાફરો ઊંઘી રહ્યા હતા. ટક્કર બાદ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.

સુરતથી રાજસ્થાન જતી હતી બસ

મળતી માહિતી મુજબ સાઈ દર્શન ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. આણંદથી નડિયાદ તરફના માર્ગ પર બસ ટ્રક સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

5નાં મોત, 5 ઈજાગ્રસ્ત
અકસ્મતમાં બસમાં સવાર પાંચ મુસાફરોના મોત થયા હતા. પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઓવરટેક કરતી વખતે ટક્કર લાગી હોવાની પ્રાથમિક માહિતી

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ બસ ટ્રકને ઓવરટેક કરતી વખતે તેની સાથે અથડાઈ હોવાની શક્યતા છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માતનું કારણ તપાસ હેઠળ
પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. તપાસ બાદ બસ અને ટ્રક વચ્ચે ટક્કર કેવી રીતે થઈ તેની વધુ વિગતો સામે આવશે.

એક્સપ્રેસવે પર થોડા સમય માટે ટ્રાફિક અસરગ્રસ્ત

અકસ્માન બાદ એક્સપ્રેસવે પર વાહનોની અવરજવર પર થોડા સમય માટે અસર થઈ હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી બાદ ટ્રાફિક ફરી સામાન્ય કરવામાં આવ્યો હતો.