ટેક્નોલોજી ડેસ્ક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર સવાલોના જવાબ આપવા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેણે ટેસ્ટિંગ દરમિયાન વાસ્તવિક દુનિયામાં હેકિંગ કરવાનું શરૂ કરી દીધું હોય તેવી એક અણધારી ઘટના સામે આવી છે. કોઈ સાયન્સ ફિક્શન મૂવી જેવી લાગતી આ વાસ્તવિક ઘટના તાજેતરમાં જ ગૂગલના એડવાન્સ્ડ AI મોડલ 'Gemini' સાથે બની છે. એક સાયબર સિક્યુરિટી ટેસ્ટ દરમિયાન આ AI મોડેલે અજાણતા જ ત્રણ અસલી કંપનીઓની કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટ્રી કરી લીધી હતી. 
શું હતી ઘટના?

  • ​નામની ગફલત: કાલ્પનિક કંપનીનું નામ અસલી કંપની સાથે મેચ થઈ ગયું અને ઇન્ટરનેટ ખુલ્લું હોવાથી AI એ જાતે ડેટા ભેગો કરવાનું શરૂ કર્યું.
  • ઘૂસણખોરી: AI એ પાસવર્ડ ટ્રાય કરીને અને પબ્લિક રિપોજિટરીમાંથી ક્રેડેન્શિયલ શોધીને વાસ્તવિક સિસ્ટમમાં પ્રવેશ મેળવ્યો.

ગૂગલે સમયસર સ્થિતિ સંભાળી: કોઈ નુકસાન નહીં

​સૌથી રાહતની વાત એ રહી કે જ્યારે Gemini ને ખ્યાલ આવ્યો કે તે કોઈ કાલ્પનિક નહીં પણ વાસ્તવિક કંપનીઓની સિસ્ટમમાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે તેણે તરત જ પોતાની જાતે જ હેકિંગની પ્રોસેસ રોકી દીધી અને બહાર નીકળી ગયું હતું. ગૂગલના સિક્યુરિટી અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના દર્શાવે છે કે શક્તિશાળી AI મોડલ્સને કંટ્રોલ કરવા કેટલા જરૂરી છે. ગૂગલે અસરગ્રસ્ત કંપનીઓને જાણ કરી દીધી છે અને કોઈ નુકસાન થયું નથી.

ભવિષ્ય માટે એલર્ટ

  • ​અન્ય AI ની સરખામણી: અગાઉ અન્ય મોડલ્સ પણ આવી ભૂલો કરી ચૂક્યા છે, પરંતુ Gemini એ જાતે જ જોખમ અટકાવ્યું હતું. 
  • સુરક્ષાની જરૂર: ઓટોનોમસ AI ને ઇન્ટરનેટ એક્સેસ આપતી વખતે સુરક્ષા રેખાઓ અત્યંત મજબૂત હોવી જરૂરી છે.​​​​​​​

​​​​​​​​સિલિકોન વેલીમાં ચર્ચા શરૂ
​આ ઘટનાએ સિલિકોન વેલીમાં ફરી એ ચર્ચા જગાવી છે કે AI ટેસ્ટિંગ અને વાસ્તવિક દુનિયા વચ્ચે સુરક્ષા સીમાઓ વધુ મજબૂત હોવી જોઈએ.