સુરત- સોનલ પાનશેરિયા દ્વારા ( સ્ટુડન્ટ, સેમ-1- બી.એ.વિથ જર્નાલિઝમ, VNSGU)

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ મેડ ઓવર ગ્રીલ રેસ્ટોરન્ટ ખાતે શેઢાવદર ગામની દીકરીઓ દ્વારા સખીઓના સથવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં આ ગામની દીકરીઓનું સ્નેહમિલન પણ રાખવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં ગામની દીકરીઓને એકબીજા સાથે જોડાવા જૂની મીઠી યાદો તાજી કરવા અને સંબંધોને વધુ મજબૂત કરવાનો સુંદર પ્રયાસો કર્યા હતા.સખીઓએ ઘણા લાંબા સમય બાદ એકબીજાને મળીને ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે  શેઢાવદર ગામના વતની અને  " રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા" ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ, દીકરીઓના જીવન અને તેનું મહત્વ તેમજ દીકરીના શિક્ષણ અંગે ખૂબ જ સરસ વિચારો વ્યક્ત કર્યા હતા. અને જીવનની દોડધામ વચ્ચે શેઢાવદર ગામની દીકરીઓ દ્વારા યોજવામાં આવેલ આ સુંદર કાર્યક્રમ ભવિષ્યમાં પણ યોજાય અને તે માટે કોઈ પણ પ્રકારની "સહાયની જરૂરિયાત" ઊભી થાય તો તે માટે સહકાર આપવાની ખાતરી આપેલ હતી. આ કાર્યક્રમમાં મનોરંજન, પ્રવૃત્તિઓ, પરિચય સત્ર, તથા વિવિધ રમતોનું આયોજન કરાયું હતું સખીઓએ એક સાથે ભોજનનો પણ આનંદ માણી "બાળપણની યાદોને" તાજી કરી હતી અને ફરીવાર આવતા વર્ષોમાં એવો જ કાર્યક્રમ યોજવાનો સંકલ્પ લઈ સખીઓએ કાર્યક્રમ સ્થળેથી ખુશીના આંસુ સાથે વિદાય લીધી હતી.