સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની ૩૫મી વાર્ષિક સભા સોસાયટી ન્યુ ઓફીસ બિલ્ડીંગ, પ્લોટ નં.૬૧૦/૧ ખાતે યોજાયેલ. જેમાં સોસાયટીના સભાસદો અને ઉદ્યોગકારો મળી ૨૪૦ સભ્યો હાજર રહેલ.
સચીન વસાહતમાં તમામ પેટાગલીઓમાં ૧૬૪૦ સ્ટ્રીટ લાઇટ પોલ (૮ મીટરના પોલ અને ૯૦ વોટ LED ફીક્ષચર્સ) નાંખવાનો રૂપિયા ૮.૩૦ કરોડનો પ્રોજેકટ જેમાં જીઆઈડીસીની ૮૦% ગ્રાંટ(રૂપિયા ૬.૬૫ કરોડ) તથા નોટીફાઈડ ફંડમાંથી ૨૦% (રૂપિયા ૧.૬૫ કરોડ).
સભામાં મંજુર કરેલા અંદાજીત ૧૦૦ કરોડના અપગ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા વિવિધ પ્રોજેકટની વિગત
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ(SWM) અને સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ની સુવિધા માટે સીઓપી ૪ વાળી ૩૬૦૦૦ ચો.મી. અને સીઓપી ૨ વાળી ૨૮૦૦૦ ચો.મી. જમીન જીઆઇડીસી પાસેથી નોટીફાઇડ દ્રારા ખરીદ કરવા અંગેની કાર્યવાહીને મંજુરી અપાઇ. આ બંને જગ્યા અંદાજીત રૂપિયા ૩૦ કરોડની થાય છે. આંતરીક રોડ રસ્તા જે હાલમાં ૩ મીટરના છે તેને ૮ મીટરના કરવા માટે સરકારી ગ્રાંટમાંથી રૂપિયા ૪૫ કરોડ મંજુર. જીઆઇડીસીના મેઇન રોડ નં.૩, ૪, ૬ અને ૮ હાલમાં ૯ મીટર પહોળા છે જેને ૨૨ મીટર સુધી પહોળા કરવાનો અંદાજીત રૂપિયા ૨૫ કરોડનો પ્રોજેક્ટ. હાલમાં વસાહતમાં ચાલી રહેલ અંદાજીત રૂપિયા ૯૦ કરોડના કામોના પ્રોજેક્ટની જાણકારી સભાસદોને અપાઇ. ડ્રિકીંગ વોટર સપ્લાય નેટવર્ક ૪૦ કરોડનો પ્રોજેક્ટ, જેમાં ઝોન ૧, ૨, ૩, માં ESR અને UGSR બનાવવાની તથા પીવાના પાણીની ૫૮ કી.મી. DI પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલી રહેલ છે. સોસાયટી નવી ઓફીસ બિલ્ડીંગનો અંદાજીત રૂપિયા ૪ કરોડનો પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાર્ટસનો અંદાજીત ૧૦ કરોડનો પ્રોજેકટ, જેમાં ફાયર સ્ટેશન ગ્રાઉન્ડ+૨-જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં ૪ ફાયર વોટર બ્રાઉઝર રાખવાની સુવિધા, પહેલા માળે ઓફીસ અને કમાન્ડ સેન્ટર રૂમ અને બીજા માળે ડોમેટ્રી તથા ફાયર કવાર્ટસ ગ્રાઉન્ડ +૨ જેમાં ૧ માળ ઉપર ૪ ફલેટની સુવિધા. રોડ નં. ૮ ઉપર માસ્ટીક આસ્ફાલ્ટનો અંદાજીત રૂપિયા ૩ કરોડનો પ્રોજેકટ. સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઇનનો અંદાજીત રૂપિયા ૬ કરોડનો પ્રોજેક્ટ, જેમાં ગેટ નં.૨ થી રોડ નં.૨૪, રોડ ૪૩-એ(પંજાબી ગલી), રોડ નં. ૭૪ નો ટુકડો, રોડ નં.૪૩-બી, રોડ નં.૨૨ ની ગ્રીન સ્પેસ. ઘનકચરાના વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલની વ્યવસ્થાનો અંદાજીત રૂપિયા ૫ કરોડનો પ્રોજેકટ. મેઇન રોડ નં. ૬, ૮ અને ૯ ઉપર ૪૦૦ સ્ટ્રીટ લાઇટ પોલના ફીક્ષચર્સ અને ૮૧ ડેકોરેટીવ પોલ મળી અંદાજીત રૂપિયા ૨ કરોડનો પ્રોજેકટ, જેમાં ૯૦ થી ૨૦૦ વોટના LED ફીક્ષચર્સ કરાયા. વધુમાં ચોર્યાસી ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈનો અનેક કામોમાં ઉત્તમ સહયોગ સચીન જીઆઇડીસીના ઉદ્યાગકારોને મળી રહેલ છે. જેની સભામાં ખાસ નોંધ લેવાઈ. જેમાં ખાસ કરીને સંદિપભાઈ હસ્તક ડીજીવીસીએલની ડીવીઝન ઓફીસ પાંડેસરાથી સચીન જીઆઇડીસી શીફટ કરાવી તથા જુનુ પોલીસ સ્ટેશન તોડી નવુ અદ્યતન પોલસ ભવન બનાવવા માટે પ્લોટ નં.૬૦૩ અને ૨૩૦૭ વાળી ૩૦૦૦ ચો.મી. સરકારી જગ્યામાં સચીન જીઆઇડીસીના ઉદ્યોગોની સુરક્ષા માટે ફાળવણી થયેલ છે. સભામાં સોસાયટી ન્યુ ઓફીસ બિલ્ડીંગના બાંધકામ માટે ફંડ આપેલ દાતાશ્રીઓનું મોમેન્ટો આપી સન્માન કરાયું તથા નોટીફાઈડમાં રોજીંદા કામોની એજન્સીઓ સાફ સફાઈ, સ્ટ્રીટ લાઈટ, ફાયરના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ. આજની વાર્ષિક સભામાં કિશોર પટેલ, નિલેશ ગામી, મયુર ગોળવાલા, ગીરીશ રાખોલીયા, મિતુલ મહેતા, નિલેશ લીંબાસીયા, ભીખુ નાકરાણી, વસંત લાખાણી, મનસુખ લાખાણી, ગૌરાંગ ચપટવાલા, મનહરલાલ પરમાર, બાવચંદ અંટાળા, દિનેશ કામનવાર, ભવાનભાઈ બોરડ, દેવેન્દ્ર ડોબરીયા, શૈલેષ મોદી, પરસોત્તમ મોવલીયા, હેમંત જરીવાલા, રાકેશ કાપડીયા, રોહિત સુર્યા, મુકેશ ચર્તુવેદી, અમીત લાખાણી, કિર્તીકુમાર પટેલ તથા અગ્રણી ઉદ્યોગકારો વિનોદ અગ્રવાલ, જગદિશ રામાણી તથા અન્ય ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં હાજર રહેલ.
• Share •