Page Views: 4324

નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરના પગલે સુરત જિલ્લાના નાગરિકો માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા હેલ્પલાઇન જાહેર

નાગરિકોને સુરત જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હેલ્પલાઇન: ૧૦૭૭ (ટોલ-ફ્રી) (૦૨૬૧-૨૬૬૩૬૦૦)નો સંપર્ક કરવો

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ 

ગત તા.૨૬ ના રોજ નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવવાના કારણે રસુવા જિલ્લા સહિત ઉત્તર નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાની થઈ છે. 

            આ પરિસ્થિતિને ધ્યાને લઈ સુરત કલેક્ટર કચેરીના ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) દ્વારા સુરત જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જો તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અથવા પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ નેપાળમાં ફસાયેલ હોય, ગુમ થયેલ હોય, જાનમાલની નુકસાની થયેલ હોય અથવા કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય, તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો.

          સુરત જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હેલ્પલાઇન: ૧૦૭૭ (ટોલ-ફ્રી) (૦૨૬૧-૨૬૬૩૬૦૦)નો સંપર્ક કરવો. વધુમાં, નેપાળમાં પૂરની પરિસ્થિતિથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને સહાય અને માહિતી માટે નીચેના ઇમરજન્સી સંપર્ક નંબરો પર પણ સંપર્ક કરી શકાય છે. નેપાળ ઇમરજન્સી સંપર્ક નંબરો  +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ તથા +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦  સત્વરે સંપર્ક સાધવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. 

        સુરત જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી માહિતીના આધારે સંબંધિત તંત્ર સાથે જરૂરી સંકલન કરી શક્ય તેટલી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવા કાર્યવાહી કરવામાં આવશે તેમ સુરત નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.