Page Views: 5042

ભૂલ થાય તેમાંથી શીખતા રહેવું તે જીવન ધડતરનો પ્રથમ પાઠ છે - કાનજી ભાલાળા

પ્રગતિશીલ જીવનનો આધાર નાણાકીય આયોજન પણ છે - થર્સ-ડે થોર્ટ

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી તા. ૨૦-૦૮-૨૦૨૬ ગુરૂવારે યોજાયેલા ૧૭૩ માં વિચારોના વાવેતર કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, સુખાકારીનો આધાર પ્રગતિશીલ અભિગમ છે. અને પ્રગતિના કેન્દ્રમાં તંદુરસ્તી, નાણાકિય આયોજન અને ખુશાલી છે, આજ કરતા આવતીકાલને વધુ સારી બનાવવા શું સારું કરી શકાય એવા વિચારોથી જોવાની માનસિકતાને પ્રગતિશીલ દ્રષ્ટિકોણ કહેવાય છે. 

પ્રગતિ એ ધંધા-વેપાર-પૈસા, અને સુવિધાઓમાં વધારો થાય એટલું નથી. તે ગઈકાલ કરતા આજે વધુ સારા બનવાની પ્રક્રિયાની છે. તમામ પ્રકારે વધુ સારું જીવન જીવાય તેવી ગતિ ને છે. પ્રગતિ માટે નાણાકીય આયોજન પણ મહત્વનું પરિબળ છે. પ્રગતિશીલ વિચારસરણી આપણને આગળ વધવાની દિશા આપે છે. અને નાણાકીય આયોજન એ પ્રગતિને ટકાવી રાખવાની શક્તિ આપે છે.

       તેમણે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, પ્રગતિશીલ જીવનનો આધાર નાણાકીય આયોજન પણ છે. નાણાકીય આયોજન માત્ર પૈસાનું સંચાલન શીખવાનું નથી. ભવિષ્ય માટે તૈયાર થવાનું પણ શીખવે છે. આજે જીવનની સૌથી મહત્વની બાબત નાણા છે, એ નાણાને ભાગદોડ જ માનસીક સ્ટ્રેસ આપે છે, સારા પ્રગતિશીલ જીવન માટે નાણાકીય આયોજન ખુબ મહત્વનું છે. પૈસા કમાવવાની શક્તિ વધારવાના વિચારને બદલે પૈસા કમાવવાની શક્તિ વધારવા તે પ્રગતિશીલ માનસિકતા છે.

       પ્રગતીશીલ બનવા માટે પરિવર્તનને સ્વીકારવું પડે. સમયની સાથે બદલાવું પડે, હમેશા વધુ જાણતા રહેવું- વધુ શીખતા રહેવું પડે. કોઈપણ આફતમાં અવસર શોધી પ્રગતિની દિશા પકડવી જોઈએ. પ્રગતિ માટે અન્યની નહી પરંતુ પોતાની સાથે જ સ્પર્ધા કરવાની હોય તો, જે પ્રગતિમાં સમાજ અને રાષ્ટ્રનું હિત પણ હોવું જોઈએ. જીવન સાર્થક બનાવું હોય તો, જાણવું, શીખવું અને સારા પ્રયાસો કરવા તે પ્રગતિશીલતા ની શરતો છે. તે ઉપરાંત સાદાઈ, સરળતા અને પ્રગતિશીલતા એ જીવનને સાર્થક બનાવે છે.

       સારા પ્રગતિશીલ જીવન માટે ભૂલમાંથી શીખતા રહેવાની માનસિકતા હોવી જોઈએ, રોડ રસ્તા ઉપર બમ્પ આવે અને માથું ફૂટે તો તેમાં વાહનનો વાંક નથી. ચાલકની ભૂલ છે. તેમ ધંધા-વેપારની પ્રગતિમાં બમ્પ(પડકાર) આવે તો કાળજી આપણે લેવાની હોય તો, તે ભુલમાંથી બોધપાઠ લેવામાં શાણપણ છે, ભૂલ થાય તેમાંથી શીખતા રહેવું તે જીવન ઘડતરનો પ્રથમ પાઠ છે. જીવનમાં સુખાકારી એટલે બધી જ બાબતનું સુખ. પ્રગતિશીલ જીવનમાં સુખાકારીનો અનુભવ થતો હોય છે. સુખાકારીનું પંચામૃત :

                                 ૧ . શરીરની તંદુરસ્તી

                                 ૨. મનની શાંતિ

                                 ૩. આર્થિક મોકળાશ-અને સુરક્ષા

                                 ૪. જિજ્ઞાસુ સ્વભાવ

                                 ૫. પ્રગતિશીલતા

સમય સાથે ધંધામાં વિકસિત થવા સતત નવું શિખતા રહેવું જરૂરી છે.   રાઈસ વેકરીયા (ન્યુટ્રા હેલ્થકેર)

 

       ખુબ સામાન્ય કરીયાણાની દુકાનમાંથી પ્રોટીન સપ્લીમેન્ટ્રી ઉત્પાદન ક્ષેત્રે મોટી કંપની સ્થાપનાર યુવાન ઉદ્યોગ સાહસિક રાજેશભાઈ એમ વેકરીયા તથા બીપીનભાઈ એલ કસવાળા વિચારોના વાવેતર કાર્યક્રમમાં ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા, ૩૫-૪૦ વર્ષના બે યુવાનોએ માત્ર ૧૦ વર્ષમાં ૩૫૦૦ થી વધુ પ્રોડકટ બનાવતી ન્યુટ્રા હેલ્થકેર પ્રા.લી. કંપની બનાવી છે. માત્ર ૩૦-૩૦ હજારની મૂડીથી શરુ કરેલ સંઘર્ષ આજે રૂપિયા ૧૫૦ થી વધુનું ઉત્પાદન કરતી ૪ ફેકટરીઓ કાર્યરત છે. પ્રગતિ અને નાણાકીય આયોજનના વિષય ઉપર બોલતા રાજેશ એમ વેકરીયાએ જણાવ્યું હતું કે નવું શીખતા ગયા અને આગળ વધતા ગયા. રાજેશભાઈએ જણાવ્યું હતું કે, બીઝનેસમેન બનવા માટે જીવનના મુલ્યોને સતત જાળવવા પડે છે. સારૂ અને ગુણવત્તાયુક્ત આપવું એ જ ધંધાને આગળ લઇ જવાની ખરી દિશા છે. સમય સાથે ધંધામાં વિકસિત થવા માટે સતત શીખતા રહેવું જરૂરી છે. પ્રગતિશીલ બની રહેવા માટે નાણાકીય આયોજન પણ એટલું જ મહત્વનું છે. કોઈપણ ઉત્પાદનક્ષેત્રે કોસ્ટ શીટ પર ખુબ જ ધ્યાન આપવું જરૂરી છે. છ મહિના જેટલું નાણાકીય બેકઅપ રાખવું જરૂરી છે. પ્રગતિ અને નાણકીય આયોજન બન્ને વસ્તુ પરસ્પર જોડાયેલી છે. નાણાકીય આયોજન વગર સ્ટ્રેસ રહે છે જેથી ધંધાના વિકાસમાં ધ્યાન આપી શકાતું નથી. કોઈપણ સફળતા શોર્ટકટથી મળતી નથી. એટલે જ હું કહું છું લાગશે વાર પણ આવશે મજા.

       આ પ્રસંગે શ્રીમતી સીમ્મીબેન રાજેશભાઈ વેકરીયા તથા શ્રીમતી રીટાબેન બીપીનભાઈ કસવાળા અને વેકરીયા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

જવાનોના પરિવારજનો માટે

ગિરીરાજ હોટલ તરફથી ૧,૫૧,૦૦૦/- નું દાન

       રાષ્ટ્રનું રક્ષણ કરતા વીર જવાનોના પરિવારજનોને માટે કડોદરા ખાતે આવેલ ગિરીરાજ હોટલના માલિક ગોપાલભાઈ ચીમનભાઈ ફુલેત્રા પરિવાર તરફથી રૂ.૧,૫૧,૦૦૦/- નો ચેક જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરવામાં આવ્યો હતો.

       વિચારોના વાવેતર કાર્યક્રમની પ્રેરણા લઇ દર ગુરૂવારે વિચારોના અંજવાળે નામનો કાર્યક્રમ શરૂ કરનાર ગોપાલભાઈ ગજેરાનું ૨૫ શુક્રવારના કાર્યક્રમ પુરા કરવા બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશ ગવર્મેન્ટના સહકાર વિભાગના સચિવ ડૉ. હીરાલાલ પટેલ (IAS) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગત વિચાર ડૉ. દિલીપભાઈ વરસાણીએ રજુ કર્યો હતો. જયારે કાર્યક્રમનું સંચાલન હાર્દિક ચાંચડ અને અંકિત સુરાણીએ કર્યું હતું.

પ્રગતિ એ ધંધા-વેપાર-પૈસા, અને સુવિધાઓમાં વધારો થાય એટલું નથી. તે ગઈકાલ કરતા આજે વધુ સારા બનવાની પ્રક્રિયાની છે. તમામ પ્રકારે વધુ સારું જીવન જીવાય તેવી ગતિ ને છે. પ્રગતિ માટે નાણાકીય આયોજન પણ મહત્વનું પરિબળ છે. પ્રગતિશીલ વિચારસરણી આપણને આગળ વધવાની દિશા આપે છે. અને નાણાકીય આયોજન એ પ્રગતિને ટકાવી રાખવાની શક્તિ આપે છે.