Page Views: 6374

86 સેકન્ડમાં છરીના 46 ઘાવ મારી હત્યા કરનાર ટોળકીના એક આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

લૂંટ, ચોરી, મારામારી, ગાંજાનું વેચાણ જેવા સંખ્યાબંધ ગુના આરોપીઓ સામે નોંધાયા હોવાની એડવોકેટ નરેસ ગોહિલની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ 

કેસની ટૂંકી વિગત મુજબ મરનાર આરોપી ગુફરાન શેખ તથા અસ્ફાક ઉર્ફે કોવા જહાંગીર પૂરા સુરત મુકામે તથા આરોપી અબ્બાસ લસ્સી ખ્વાજા નગર ખાતે ચોરી છૂપીથી જુગાર રમાડતા હતા. મરનાર પોલીસની રેડ પડાવવાની ધમકી તેઓને આપી નાણા માંગતો હતો અને જુગારખાનુ ચલાવવાદેતો ન હતો. તેની અદાવતમા આલોકને મારી નાખવાનો તખ્તો આરોપીઓએ તૈયાર કરેલો. તા:૦૨/૦૮/૨૦૨૫ના રોજ ડુંભાલ ફાયર સ્ટેશન, લીંબાયત પાસે આલોક ઝીંડારામ અગ્રવાલ(રહે. લીંબાયત, સુરત)ને ચપ્પુ, તિક્ષ્ણ હથિયાર થી હુમલો કરી  ૮૬ સેકન્ડમાં ૪૮ જેટલા ઘા મારી તેની જાહેરમા હત્યા કરી હતી. જેના વીડીયો શોસીયલ મીડયાઓ ઉપર વાયરલ થયા હતા.

મરનાર આલોકના ભાઈ અજય અગ્રવાલે લીંબાયત પોલીસમા ફરિયાદ આપેલી. પોલીસે ખૂનનો ગુનો નોંધી સીસીટીવી અને મોબાઈલ ટ્રેસીંગ તથા અન્ય રીતે કુલ્લે ૮ આરોપીઓ (૧) ગુફરાન ઇસ્માઈ શેખ (૨) અસ્ફાક ઉર્ફે કોવા નાસીર શેખ (૩) અબરાર ઉર્ફે લસ્સી જુગનુ શેખ (૪) અહસર ઉર્ફે બોકા હમીદ ખાન (૫) રમઝાન ઉર્ફે પાડા સરદાર શેખ (૬) ભગવાન મંગળુ સ્વાઈ (૭) દિપક સરજૂ સીંગ (૮) મનોજ ઉર્ફે માયા નંદુભાઈ જાધવની ઘરપકડ કરી હતી. વળી આરોપી અસ્ફાક કોવાની ઘરપકડ કરવા ગયેલા પીઆઈ ગોસ્વામી ઉપર તેણે છરા વડે હુમલો કરેલો અને બચાવમા પોલીસે તેઓએ તેને પગમા ગોળી મારી ધરપડ કરવી પડી હતી. ચાર્જશીટ બાદ, આરોપી અકસર ઉર્ફે બોકા હમીદ ખાને જામીન અરજી દાખલ કરેલી મૂળ ફરિયાદી અજય અગ્રવાલે વકીલ નરેશ ગોહિલ મારફતે જામીન અરજીના વિરોધમા સોગંદનામું રજૂ કરી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. મૂળ ફરિયાદી તરકે વકીલ નરેશ ગોહિલ તથા સરાકરી વકીલશ્રી પાટીલની દલીલો સેશન્સ જજ શ્રી એસપી મહેતા સાહેભે ધ્યાને લઈ આરોપી અફસર ઉર્ફે બોકા હમીદ ખાનની જામીન અરજી રદ કરી હતી. આ અગાઉ આરોપીઓ ગુફરાન શેખ અને અસ્ફા કોવાએ કરેલીજામીન અરજીઓ પણ સેશન્સ કોર્ટે રદ કરેલી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમા આરોપીઓએ જામીન અરજી કરેલી જે પરત ખેંચી લેવી પડેલી.