સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
૨૦૨૦માં દેશ વિદેશમાં ચાલતી કોરોનાની મહામારીના કારણે દરેક દેશ-વિદેશમા માસ્કની જરૂરિયાત અને ડીમાન્ડ ખૂબ જ વધી ગયેલી માસ્ક શોધતા જડતા ન હતા. તેનો લાભ લઈ આરોપી અરવિંદ કુમાર જીવરાજભાઈ ભાયાણી: (૪૫ સિધ્ધનાથ મહાદેવ ટેટાઇલ્સના માલિક):૧૭ થી ૨૧ સ્વામીનારાયણ ઈન્ડસ્ટ્રીએસ્ટેટ, કડોદરા-બારડોલી રોડ, તાતાથૈયા ગામ, સુરતનાએ અને સુરતમાં ઉંમરવાડ, લંબે હનુમાન રોડ ઉપર શાખા ધરાવતા એ. એન્ડ એ. ટ્રેડીંગ વેન્ચુરર્સ પ્રા.લી કંપની તથા વેલ્કનીટ કેબ એલએલપી કંપનીના અધિકૃત વ્યકિત અંકુર ગોપાલનો એપ્રિલ ૨૦૨૦માં સંપર્ક કરેલો અને તેઓ પાસે હાજર સ્ટોકમ 895 Maakનો મોટો જથ્થો હોવાનું જણાવેલું. એડવાન્સ પેમેન્ટ સામે તુરંત ડીલીવરી મળી જશે તેવો વિશ્વાસ આપી તેવી કંપનીઓ પાસેથી રૂા.૨૭.૯૨ લાખની રકમ કુડલે ૧.૩૫ લાખના માસ્કના જથ્થા પેટે એડવાન્સ મેળવી ડીલીવરી આપેલી નહી.
જેથી ફરિયાદી કંપનીના અંકુર ગોયેલને છેતરાયાનો અનેસાસ થયેલો. તેઓએ આરોપી અરવિંદ જીવાણી પાસેથી તેમની માસ્ક પેટેની એડવાન્સ રકમની પરત માંગણી કરેલી. આરોપીએ તેમના જય સિધ્ધનાથ ટેલટાઇલ્સના રૂ. ૧૭૯૨ તથા રૂ.૧૦ લાખની રકમના બે ચેક કરિયાદીને લખી આપેલા જે ચેક ફરિયાદીએ બેંકમા ભરતા સ્ટોપ પેમેન્ટના શેરાથી બાઉન્સ થયેલા. તે સંદર્ભે કરિયાદીએ સને ૨૦૨૦માં બે અલગ અલગ ચેક રીટર્નના કેસો વકીલ નરેશ ગોહિલ મારફતે દાખલ કરેવ્યા હતા. પરંતુ આરોપી 5 (પાંચ) વર્ષથી પોતાના સરનામા તથા મોબાઈલ નંબર બદલી ભૂર્ગભમા ઉતરી ગયેલા અમરોલી મુકામે રહેતી તેમની પત્ની અને બાળકો કે મકાન માલિકની પુછપરછ કરતા આરોપીનો મોબાઈલ નંબર કે સરનામું આપવામા સતત પોલીસને ગેરમાર્ગે દોરતા હતા. લાંબા સમયથી પેન્ડીંગ કેસ આરોપીની ગેરહાજરીના કારણે આગળ નહીં વધાતો હોવાથી કોર્ટે કરિયાદીને તેમના બળે કેસો કાઢી નાખવા સૂચના આપેલી. આરોપીની પત્નીએ વોરન્ટ બજવણી કરનાર અમલદારને વખતો વખત તેમનો પતિ કયા છે. કયો મોબાઈલ નંબર ધરાવે છે તેની કોઈ જાણ ન હોવાના તથા પોતાના સંપર્કમા ધરાવે છે તેની કોઈ જાણ ન હોવાના તથા પોતાના સંપર્કમા નહી હોવાના નિવેદનો આપતી આવેલી. છેવટે ફરિયાદીએ આરોપીની લાંબી શોધખોળને અંતે એવી હકીકત મેળવેલી કે, આરોપીએ એક્સીસ બેંક, અંકલેશ્વર શાખામાંથી તાજેતરમાં જ રૂા.૩.૫ કરોડની લોન મેળવ્યાની દસ્તાવેજો સાથેની વિગત અને તેમા ગેરેંટર તરીકે ખૂદ આરોપીની પત્ની હોવાની હકીકત ધ્યાને આવતા કોર્ટમાં રજૂ કરી હતી. ફરિયાદીએ તે સંદર્ભે પોલીસ કમિશ્નરશ્રીને વિગતવાર ફરિયાદ પણ કરી હતી.
જેથી તુરંત પોલીસ દબાણ અને એકશનમા આવી હતી. આરોપીને તેના ઘરેથી તેની પત્ની હાજરીમાં જ ઝડપી પાડી કોર્ટમા રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને લાજપોર જેલના હવાલે કર્યો હતો. તે બાદ આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરી હતી અને કોર્ટે રૂા.૧૫૦૦૦/-ના જામીન ઉપર મુક્ત થવા હકુમ કરમાવ્યો હતો. આરોપી પાસે જામીનદાર ના હોવાથી આરોપી જેલથી બહાર આવ્યેથી જામીનગીરીની રકમ રોકડા કોર્ટમા ભરવા તેમના વકીલશ્રીએ કોર્ટને વિનંતી કરેલી અને સમયની માંગણી કરેલી જે મંજૂર થયેલી. આરોપી લાજપોર જેલથી જામીન ઉપર છૂટતા જ ફરી રફૂચક્કર થઈ ગયો હતો. કોર્ટમા રૂા.૧૫,૦૦૦/- ભરવા આરોપી કે તેના વકીલ પણ કોર્ટમા ફરકયા ન હતા. છેવટે, કોર્ટે રૂા.૧૫,૦૦૦/- ભરવા આરોપી કે તેના વકીલ પણ કોર્ટમા ફરકયા ન હતા. છેવટે, કોર્ટે આરોપીની અને તેના વકીલની ગેરહારજરીમા કેસની ટ્રાયલ ચલાવી અને કરિયાદ પક્ષના વકીલ નરેશ ગોહિલની દલીલો સાથે સંમત થઈ આરોપી વિરૂધ્ધના ફરિયાદ પક્ષના એ. એન્ડ એ ટ્રેડીંગ વેન્ચુરર્સ પ્રા.લીના કેસમા ચેકની રકમ રૂ.૧૭.૯૨ લાખની રકમ તથા વેલ્કનીટ કેબ એલએએલપીના કેસમા ચેકની રકમ રૂા.૧૦ લાખ ઉપર ફરિયદાની તારીખથી (તા:૧૯/૦૮/૨૦૨૦)ના રોજથી ૬ ટકા વ્યાજ સાથેની રકમ ચૂકવવા તથા એક વર્ષની કેદની સજા અને જો હુકમનુ પાલન નહી થાય તો વધુ ત્રણ (૩) માસની કેદની સજાનો હકુમ ફરમાવ્યો હતો.
• Share •