Page Views: 11915

ઈરાનની સ્કૂલ પર ઇઝરાયલ-અમેરિકાનો મોટો હુમલો, 36 વિદ્યાર્થીઓના મોતની આશંકા

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા

વર્તમાન ન્યૂઝ.કોમ

લાંબા સમયથી અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ ઈરાને વળતો પ્રહાર કરતા ઇઝરાયલ અને અન્ય કેટલાક દેશોમાં સ્થિત US મિલિટરી બેઝને ટાર્ગેટ કર્યા. ઇઝરાયલ-અમેરિકા તરફથી ઈરાન પર મોટો હુમલો કરાયો છે. સૂત્રોના દાવા અનુસાર, મિનાબ સ્કૂલમાં બોમ્બમારો કરાતા 36 જેટલા વિદ્યાર્થીઓના મોત થયાની આશંકા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે, ત્યારે એવી ચર્ચા છે કે, સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આ વચ્ચે ઈરાને નેશનલ સુપ્રીમ સિક્યોરિટી કાઉન્સિલ તરફથી એક તસવીર જાહેર કરી છે, જેમાં ખામેનેઈ બેઠેલા જોવા મળી રહ્યા છે.ઈરાનના વિદેશ મંત્રાલયે ઇઝરાયલી હુમલાને ક્ષેત્રીય અખંડતા અને રાષ્ટ્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકા અને ઇઝરાયલે એવા સમયે હુમલો કર્યો, જ્યારે ડિપ્લોમેટિક વાતચીત ચાલી રહી હતી. ઈરાનની સેના હુમલાખોરોને આકરો જવાબ આપશે. આ હુમલો યુનાઇટેડ નેશનસ્ ચાર્ટરના આર્ટિકલ 2(4)નું ઉલ્લંઘન છે. ઈરાન UN ટૂંક સમયમાં જ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવાની અપીલ કરે છે. ઈરાનીઓએ ક્યારેય વિદેશી હુમલાઓ અને દબદબાની આગળ હાર નથી માની, આ વખતે પણ ઈરાની દેશનો જવાબ નિર્ણાયક અને પાક્કો હશે અને હુમલાખોરોને તેના ગુના માટે પછતાવો કરાવશે.

ભારતીયો માટે એડવાઈઝરી જાહેર

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'UAE પર આજે ઈરાની બેલિસ્ટિક મિસાઈલો દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે UAE ની એર ડિફેન્સ સિસ્ટમે અત્યંત કાર્યક્ષમતા સાથે આ મિસાઈલોનો સામનો કર્યો અને કેટલીક મિસાઈલોને સફળતાપૂર્વક આંતરી લીધી હતી અને હવામાં જ તોડી પાડી હતી.

UAE ના અધિકારીઓએ રહેણાંક વિસ્તારમાં પડેલા મિસાઈલના કેટલાક કાટમાળના કારણે થોડું મિલકતનું નુકસાન થયું છે. આ પડેલા કાટમાળને કારણે એશિયન રાષ્ટ્રીયતા ધરાવતા એક નાગરિકનું મૃત્યુ પણ થયું છે. સત્તાધિકારીઓએ પુષ્ટિ કરી છે કે UAE માં સુરક્ષાની સ્થિતિ હાલ સ્થિર છે અને તમામ સંબંધિત સંસ્થાઓ ચોવીસે કલાક ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.