સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
Indian Institute of Information Technology Surat દ્વારા 23 થી 25 ફેબ્રુઆરી, 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય પરિષદ “Recent Advances in Intelligent and Sustainable Technologies (RAIST 2026)” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનું આયોજન Indian Institute of Technology Gandhinagar અને Indian Institute of Information Technology Vadodara ના સહયોગથી તેમજ Anusandhan National Research Foundation (ANRF) ની PAIR યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું. પરિષદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, સસ્ટેનેબલ કમ્પ્યુટિંગ, સ્માર્ટ સિસ્ટમ્સ અને ગ્રીન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નવીન સંશોધન અને વિકાસ પર ચર્ચા કરવામાં આવી.
પરિષદ માટે કુલ 157 સંશોધન પેપરોu પ્રાપ્ત થયા હતા, જેમાંથી કડક સમીક્ષા પ્રક્રિયા બાદ 47 ઉચ્ચ ગુણવત્તાવાળા પેપરો રજૂઆત માટે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રોફ. રાજીવ શોરી, પ્રોફ. રજત મોના અને પ્રોફ. ધર્મેન્દ્ર સિંહના માર્ગદર્શન હેઠળ તેમજ IIIT સુરતના સમર્પિત પ્રાધ્યાપકોની ટીમ દ્વારા પરિષદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
• Share •