સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો ર૦ર૬’ યોજાયો છે, જેને બાયર્સ અને વિઝિટર્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં એકિઝબિટર્સ દ્વારા વર્લ્ડ ક્લાસ ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ હાઇસ્પીડ એરજેટ મશીન, નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ એક્ષ્પોમાં સકર્યુલર નિટિંગ મશીનની અદ્યતન શ્રેણી પણ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. શનિવારે પ્રથમ દિવસે પ૫૬૦ બાયર્સ અને વિઝીટર્સે સીટેક્ષ એક્ષ્પોની મુલાકાત લીધી હતી. જ્યારે આજે બીજા દિવસે રવિવારે ૧૧૮૫૦ બાયર્સ અને વિઝીટર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. આમ બે દિવસ દરમ્યાન કુલ ૧૭,૪૧૦ વિઝીટર્સે સીટેક્ષ એક્ષ્પોની મુલાકાત લેતા તેનો બહોળો લાભ એકઝીબીટર્સ તેમજ સુરતની સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને મળી રહ્યો છે. આ બે દિવસ દરમ્યાન દેશના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, મુંબઇ, સુરેન્દ્રનગર, સિદ્ધપુર, કોલ્હાપુર, કોલકાતા, ભિલવાડા, ઇન્દોર, ઇચ્છલકરંજી, ભાવનગર, વારાણસી, નાશિક, માલેગાવ, ડુંગરપુર, હૈદરાબાદ, અમરેલી, અબ્રામા, ઇરોડ, નવી દિલ્હી, પૂણે, ઔરંગાબાદ, કોઇમ્બતુર, તિરૂપુર, પાટણ, સોલાપુર, ઇટવા, ચેન્નાઇ, ભુજ, બિકાનેર, જોધપુર, ગાઝિયાબાદ, બકસર, અંબાલા, વીરપુર, પ્રતાપગઢ, બદરીનાથપુરી, બેંગ્લોર અને સિલચુરના વિઝીટર્સે એકઝીબીશનની મુલાકાત લીધી હતી.
• Share •