વાવ: વર્તમાન ન્યૂઝ.કોમ ( અજીત મહેતા દ્વારા)
આજે શ્રી વાવ પથક જૈન મિત્ર મંડળ દ્વારા ભવ્ય રીતે 27મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન સમારોહમાં કુલ 34 દંપતીઓ વૈવાહિક જીવનના નવા સફરનો પ્રારંભ કરતા એક જીવનસૂત્રમાં બંધાયા હતા. આ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે પોલીસ કમિશનર શ્રી અનુપમજી ગેલોત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવી સમાજના સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી. આ સમૂહ લગ્ન મહોત્સવની વિશેષતા એ રહી કે સગાઈ, મોસાળુ તથા મામેરુ જેવી પરંપરાગત વિધિઓ સમાજ દ્વારા જ કરવામાં આવી, તેમજ તેનો સમગ્ર ખર્ચ પણ સમાજ દ્વારા ઉપાડવામાં આવ્યો, જે સમાજની એકતા, સહકાર અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. કાર્યક્રમ ખૂબ જ ધામધૂમ અને હર્ષોલ્લાસના વાતાવરણમાં સાંજે સાડા ચાર વાગ્યે પૂર્ણ થયો હતો. નવદંપતીઓની વિદાય સમયે સંગીતકાર જોલી બેન ગ્રુપ દ્વારા ભવ્ય સંગીત રેલી કાઢવામાં આવી, જેના કારણે સમગ્ર માહોલ આનંદમય અને ઉત્સવી બની ગયો હતો. આ પ્રસંગે અજીત મહેતાએ જણાવ્યું હતું કે, “શ્રી વાવ પથક જૈન મિત્ર મંડળ ભવિષ્યમાં પણ સમાજહિત માટે આવા વિશેષ અને સેવાભાવી આયોજન સતત કરતા રહેશે,” એવું વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સભ્યો, પરિવારજનો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી, સમૂહ લગ્ન મહોત્સવને ભવ્ય સફળતા અપાવી હતી.
• Share •