સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ (અજીત મહેતા દ્વારા)
ઉત્તર ગુજરાતના વતની પણ દિલ અને કર્મથી સુરતને પોતીકું બનાવનાર વાવ પંથક જૈન સમાજ આજે કુ રિવાજોને તિલાંજલી આપીને આધુનિકતા સાથે કદમ મેળવી રહ્યો છે. આ અંગે સમાજના અગ્રણી જયંતીભાઈ કોરડીયા એ જણાવ્યું કે આજના મોંઘાદાટ લગ્નો દ્વારા જે આર્થિક ભારણ વધી રહ્યું છે તેને દૂર કરવા માટે સતત ૨૭માં વર્ષે સમૂહલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
વાવ પંથક છેલ્લા ઘણા વર્ષોથી એવા સમૂહ લગ્ન દ્વારા સમાજ ને જોડી રહ્યું છે અને મોંઘવારીમાં કોઈપણ લોકોને આર્થિક રીતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સમાજ સતત આ આયોજન કરી રહ્યું છે. ૫ ફેબ્રુઆરી એ શહેરના સૌથી પોશ વિસ્તાર એવા પાલ ખાતે આ સમૂહલગ્ન યોજાશે જેમાં અંદાજે ૫૦૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપશે. પ્રથમ વાર નવા અભિગમ સાથે સગાઈ અને મોસાળું એક સાથે જ તા.૪ ફેબ્રુઆરીના રોજ આયોજિત કરવામાં આવશે જે સમાજના રીત ભાતને અલગ ઓળખ આપશે. વિવિધ લાભાર્થી પરિવારો દ્વારા અલગ અલગ લાભો લેવામાં આવ્યા છે. ૨ મહિના પૂર્વે જ સમગ્ર આયોજન માટેની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી હતી.
સામૂહિક રીતે સમાજ દ્વારા આયોજન
વાવ સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ વોરા એ જણાવ્યું કે વાવ સમાજના લોકો સુરતમાં આવીને વસ્યા અને અહીંથી તેમણે અઢળક સામાજિક અને આર્થિક કર્યો કરીને સમાજને એક તાંતણે બાંધીને જરૂરિયાતના સામને એકબીજા સાથે ઊભા રહે છે. દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી ને સુરતના વિકાસમાં ફાળો આપ્યો છે. સમાજના વિવિધ અગ્રણીઓએ તન મન અને ધન દ્વારા દર વર્ષે આયોજનને સફળ બનાવવા માટે આગોતરા આયોજન કરે છે. સમૂહલગ્ન ના આયોજનમાં સંભવત પહેલીવાર સગાઈ અને મોસાળું જેવા મહત્વના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જે જે ઘણા સમાજ માટે ઉદાહરણ પૂરું પાડશે.
• Share •