Page Views: 18270

પ્લાન્ટમાં ક્રેન ધરાશાયી, ઍકનું મોત- AMNS કંપનીએ દુર્ઘટના અંગે દિલાસો વ્યક્ત કરી ઇજાગ્રસ્તોની સારવારની ખાતરી આપી

ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

હજીરા ખાતે આવેલા આર્સેલર મિત્તલ નિપ્પોલ સ્ટીલ (ઍઍમઍનઍસ) પ્લાન્ટમાં આજેï સવારે થયેલા  અક્સ્માતમાં . કોકો ગેટ નજીક ઍકાઍક ક્રેન ધરાશાયી થતાï ઍક કામદારનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જયારે ચાર કામદારોને ગંભીર ઇજા પહોîચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સમયે ૨૦થી ૨૨ કામદારો  સ્થળ પર હાજર હતા.હોનારત બાદ પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ તપાસ હાથ ધરી હતી. 

AMNS કંપનીએ દુર્ઘટના અંગે દિલાસો વ્યક્ત કરી ઇજાગ્રસ્તોની સારવારની ખાતરી આપી 

અમને ખૂબ દુઃખ છે કે અમારી કોક ઓવન પ્રોજેક્ટ સાઇટ, જે અમારા કોન્ટ્રાકટર ITD સિમેન્ટેશન ઈન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત છે, ત્યાં બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ નિધન થયું છે. કોન્ટ્રાકટર દ્વારા સંચાલિત ટાવર ક્રેન તૂટી પડતાં ITD સિમેન્ટેશનના એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને અન્ય ત્રણ કર્મચારીઓ ઇજા પામ્યા છે. તમામ ઈજાગ્રસ્ત કર્મચારીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે. આ દુઃખદ ક્ષણે અમે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સમર્થન આપીએ છે. અમે ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તેની ખાતરી કરી રહ્યા છીએ. અમે તમામ સત્તાધીશ સંસ્થાઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ અને તમામ નિયમોનું પાલન કરી રહ્યા છીએ.