સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત શહેરમાં દિવાળીના તહેવારો શરૂ થયા છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા ફટાકડા ફોડનારાઓને સતર્ક કરવામાં આવ્યા છે તેમજ ચેતવણી આપવામાં આવી છે કે, જો જાહેર વ્યવસ્થાને અડચણ રૂપ થાય એ રીતે ફટાકડા ફોડનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં જાહેર રસ્તા પર આતિશબાજી કરનારા કે રોકેટ ફોડનાર લોકોને સુરત પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જો લોકોને હેરાનગતિ થાય તેવી આતિશબાજી કરવામાં આવશે તો તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે. એટલું જ નહીં ગ્રીન ફટાકડા વેચવા અને ખરીદવા માટેની અપીલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 100 જેટલા ફટાકડાની દુકાન માટે સુરત પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી છે. દિવાળીના પર્વ પર શું કરવું છે અને શું ન કરવું? આ માટે સુરત પોલીસ દ્વારા મહત્વના નિયમ જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમ માત્ર ફટાકડાના દુકાનો ચલાવનાર લોકો માટે જ નહીં, પરંતુ સુરત શહેરના લોકો માટે પણ છે. દિવાળીના પર્વ પર જોવા મળે છે કે, લોકો જાહેર રસ્તા પર ફટાકડા અને આતિશબાજી કરે છે. રસ્તા પર રોકેટ ઉડાવે છે, જેના કારણે અનેક લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થાય છે અને કેટલાક લોકો દાઝી પણ જાય છે. આ વખતે આવી હરકત કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જાહેર રસ્તા પર રોકેટ ઉડાવવા અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, પ્રદૂષણ ન ફેલાય આ માટે લોકો માત્ર ગ્રીન ફટાકડા હજુ ફોડે. સુરતના લોકો સાથે ફટાકડાની સ્ટોલ ચલાવનાર લોકો માટે પણ અલગથી નિયમ બહાર પાડવામાં આવ્યા છે. સુરક્ષાના તમામ વ્યવસ્થા કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. પ્રદૂષણ કરનાર ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે અને ખાસ કરીને ચાઈનીઝ ફટાકડા અને તુંકકલ પર પ્રતિબંધ ફરમવાયો છે. પરવાના વગર ફટાકડાની દુકાન લગાવી શકાશે નહીં. એટલું જ નહીં જાહેર રસ્તા પર બેસીને ફટાકડા ફોડનાર લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ જાહેર રસ્તા પર બેસીને ફટાકડાનો વેપાર ન કરે.
• Share •