સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતની રચના આર્ટ પ્રિન્ટ્સ પ્રા.લી પાસેથી કમલેશ એમ્પોરીયમના માલિક : ગૌરવ જૈન (ભીલવાડા, રાજસ્થાન)નાએ મે-2015 થી ડીસેમ્બર-2015ના અરસામા રૂા.94 લાખની રકમની સાડી ઉધારમાં ખરીદ કરી હતી અને રૂા.૩ લાખ ચૂકવી આપ્યા હતા. બાકી રહેતી રકમ રૂા.91 લાખની અંશત: ચુકવણી પેટે આરોપી ગૌરવ જૈને રૂા.૩૦ લાખનો ચેક ફરિયાદી રચના આર્ટ પ્રિન્ટ્સ પ્રા.લી કંપનીને સુપત કરેલો. તેવો ચેક ફરિયાદી કંપનીએ તેમની બેંકમાં ભરતા આરોપીના બેંક ખાતામાં ચેક પાસ થાય એટલું ભંડોળ નહી હોવાથી ચેક બાઉન્સ થયેલો.
જેથી ફરિયાદી રચના આર્ટ પ્રિન્ટન્ટ્સ પ્રા.લી કંપનીએ તેમના મેનેજર ઉદય ગાંધી એ વકીલ નરેશ ગોહિલ મારફત આરોપીને નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ મુજબની નોટીસ પાઠવેલી. જેનો આરોપીએ અમલ નહી કરતા ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ ચેક રીટર્નની કરિયાદ ફેબ્રુઆરી 2016ના રોજ કોર્ટમા દાખલ કરેલી. આરોપી તથા તેમના વકીલ કોર્ટમા હાજર રહેતા ન હતા.
તેણે કેસ પુરાવાને આધિન કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ નરેશ ગોહિલની દલીલ સાથે સંમત થઈ આરોપી ગૌરવ જૈનને તકસીરવાર ઠેરવી ધી નેગો. ઈન્સ્ટુ. એકટની કલ૫ 138ના ગુનામા તકસીરવાર ઠેરવી છ માસની કેદની સજા તથા બાઉન્સ ચેક પેટે રૂા.31 લાખનો દંડ ફટકાર્યો હતો. જો કે, આરોપી કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો. છેલ્લા આઠ માસથી પોલીસને હાથતાળથી આપી નાસતા ફરતા આરોપી ગૌરવ જૈનને પોલીસે ઝડપી લઇ કોર્ટમાં હાજર કર્યો હતો. જેથી કોર્ટે આરોપીને લાજપોર જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.
• Share •