અમદાવાદ : વર્તમાન ન્યૂઝ.કોમ
ભારતની સૌથી વિરાટ રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL), અને TotalEnergies, કુલ 1,150 મેગાવોટના સૌર પ્રકલ્પોના પોર્ટફોલિયોનું સંચાલન કરવાના હેતુથી બંને એકમોની સમાન માલિકીના વ્યૂહાત્મક સંયુક્ત સાહસ (JV)ની જાહેરાત કરી છે. આ પ્રકલ્પો ગુજરાતના ખાવડામાં નિર્માણાધિન વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં આવેલા છે. AGEL તેની વર્તમાન સંપત્તિઓ નવા સંયુક્ત સાહસમાં પ્રદાન કરશે, જ્યારે આ પ્રકલ્પોના વિકાસને વેગ આપવા માટે USD 444 મિલિયન રોકાણ કરવાની TotalEnergiesની યોજના છે.
AGEL અને TotalEnergies ની સ્વચ્છ ઉર્જા માટે ભારતના સંક્રમણને ઝડપી બનાવવાના તેમના સહિયારા હેતુ સાથે કદમ મિલાવીને આ સહયોગને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને આ રોકાણ રેખાંકિત કરે છે. AGELની મોટાપાયે હરીત ઉર્જા પહોંચાડવામાં અભૂતપૂર્વ ઝડપ માટે પુરવાર ક્ષમતાઓનું આ પ્રમાણપત્ર છે. 1,150 મેગાવોટના સોલાર આ પ્રકલ્પોમાંથી પેદા થતી વીજળીનું સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથેના પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ (PPAs) દ્વારા જથ્થાબંધ બજારમાં વેચાણ કરવામાં આવશે.
AGEL ગુજરાતના ખાવડા ખાતે વેરાન પડતર જમીન પર વિશ્વનો સૌથી વિરાટ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ વિકસાવી રહ્યું છે જે પેરિસ કરતા પાંચ ગણા વિશાળ એવા 538 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. કંપની આ સ્થળેથી 2,250 મેગાવોટ સૌર અને પવન ઊર્જાની સંચિત ક્ષમતા કાર્યરત કરી ચૂકી છે. આ પ્લાન્ટ એકવાર પૂર્ણ થયા બાદ ભારતમાં દોઢ કરોડથી વધુ ઘરોને સસ્તી ઊર્જાનો પુરવઠો પૂરો પાડવા સાથે 15,200થી વધુ હરીત નોકરીઓનું સર્જન કરશે અને વાતાવરણમાંથી કાર્બનનું વાર્ષિક 58 મિલિયન ટન ઉત્સર્જન ટાળશે.
• Share •