સુરત:વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતની કતારગામ સ્થિત શેઠ દલીચંદ વીરચંદ શ્રોફ્ફ અશકતાશ્રમ ટ્રસ્ટની સંચાલિત વિનસ હોસ્પિટલ ખાતે ટ્રસ્ટીશ્રી અનલ મર્ચન્ટના માર્ગદર્શન હેઠળ ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ દ્વારા જી.એન.એમ. અને બી.એસસી.નર્સિંગ, પોસ્ટ બેસીક બી.એસસી. નર્સિંગ, એમ.એસસી. નર્સિંગના વિદ્યાર્થીઓ માટે ‘ભાવાત્મક સંવાદિતામાં શરીરના ઉર્જા કેન્દ્રનો પરિચય’ અર્થાત્ ધ જર્ની ટુ ઈમોશનલ હાર્મની-એક્સ્પ્લોરીંગ બોડીસ એનર્જી સેન્ટર વિષય પર માનસિક, શારીરિક અને સંવેદના સભર વાણી, વર્તન, વ્યવહાર જેવા નાજુક કેન્દ્ર બિંદુઓની સમજણની કાર્યશાળા યોજાઈ હતી.
આ પ્રસંગે વડોદરાના બેનીટો લાઈફ સોલ્યુશન પ્રા.લી.ના મેનેજિંગ ડિરેક્ટર, લાઇફકોચ, વાણીવ્યહ્વારના પરામર્શક, માનસશાસ્ત્રના પથદર્શક, મોટીવેટર અને ચક્ર સહીતા લેખક જીતેન્દ્ર પટવારીએ પ્રશિક્ષણ આપતા કહ્યું હતું કે, આત્મશોધ, તણાવ, કામના સ્થળે વ્યાકુળતા, સંકોચ, બીક, ઈર્ષા, ચિંતા, ઈચ્છા મગજની ગ્રહણશક્તિ અને ઊર્જાના શ્રોત, તરુણા અવસ્થાની વ્યથા અને મૂંઝવણો, હોસ્પિટલ અને હોસ્ટેલ જીવનની તકલીફો, સાઇબર ગુનાઓ, વિશ્વાસઘાત અને તેની જાગૃતતા જેવા મુદ્દાઓનું તાર્કિક વિશેષણ અને મનની અમાપ શક્તિના, ઉપાય, ઉકેલ તથા ધ્યાન અને મનની આંતરીક શાંતિ માટે નાના સ્વ-મેળે થતા વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા માનસિક શાંતી, તંદુરસ્તી અને દર્દીઓને સારવાર સાથે વાર્તાલાપ તેમજ વર્તનમા આત્મીયતા કેળવવા માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.ઇન્દ્રાવતી રાવ એ મન, શરીર અને રોજબરોજની પ્રવૃતિના તાલ–મેલથી માનસિક સંતુલીત થવા જણાવ્યું હતું.
સંસ્થાના આચાર્ય પ્રો.કિરણ દોમડીયાએ ભાવાત્મક સંવાદિતામાં શરીરના ઉર્જાકેન્દ્રનો સકારત્મક સરવાળો થાય તો સરળતા સદભાવનામાં કેળવાય છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે વાઈસ પ્રિન્સિપાલ જીમ્મી મોગરીયા, ડો.ભરત ભલાણી, વિનસ હોસ્પિટલના ડો.અંકિત દેસાઇ, નર્સિંગ કોલેજ્ના માનસિક આરોગ્ય વિભાગના વડા તન્વી ભાટીયા, ચિત્રા કંથારીયા, અંજલી ભડકીવાળા સહીત ફેકલ્ટીસ અને નર્સિંગના વિદ્યાર્થીઓએ આયોજિત વર્કશોપ સહભાગી સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
• Share •