સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી લક્ઝુરીયસ રેસીડન્સી ખાતે કેમ્પસમાં જ શાંતિનાથ દાદાનું ભવ્ય દેરાસર આવેલુ છે. શાંતિનાથ દાદાના દેરાસર ખાતે ગત રોજ તારીખ 1લી સપ્ટેમ્બરને રવિવારના રોજ શાંતિનાથ દાદાની ભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
સાથો સાથ મહાપૂજામાં ભગવાનની ભવ્ય આંગી પણ બનાવવામાં આવી હતી જેનો દિવસ દરમ્યાન અંદાજે બે હજારથી વધારે શ્રધ્ધાળુ શ્રાવકોએ દર્શનનો લાભ લીધો હતો. દેરાસરને ભવ્ય લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું. તેમજ અન્ય આકર્ષણમાં જલ મંદિર તેમજ સાત નારકી બનાવવામાં આવી હતી. બ્લોસમ રેસીડન્સીના અગ્રણીઓ દ્વારા સમગ્ર કેમ્પસના તમામ પરિવારજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ જ પ્રકારે શ્રધ્ધા ભક્તિ પુર્વક તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવશે એવુ પણ જણાવ્યું હતું.
• Share •