Page Views: 9170

અદાણી એનર્જી સોલ્યુશન્સ એ ખાવડામાં 7 GW રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન ટ્રાન્સમિશન નેટવર્કના એવોર્ડ સાથે મજબુતી વધારી

આગામી 24 મહિનામાં AESL આ પ્રોજેક્ટનો BOOT (બિલ્ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર) આધારે આરંભ કરશે

અમદાવાદ: વર્તમાન ન્યૂઝ.કોમ

ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)એ   REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિ.પાસેથી ઇરાદા પત્ર (LOI) પ્રાપ્ત કર્યા બાદ ખાવડા ફેઝ-IV ભાગ-A ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું SPV સંપાદન પૂર્ણ કર્યું છે તેમ આજે જણાવ્યું હતું. .ભારતના ઉર્જા સંક્રમણમાં અગ્રેસર તરીકે આ પ્રોજેક્ટનો એવોર્ડ  AESL ની સ્થિતિને વધુ શક્તિશાળી બનાવવા સાથે ભારતમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા ટ્રાન્સમિશન ખેલાડી તરીકે તેની સ્થિતિને સંગીન બનાવે છે

ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી 7 GW રિન્યુએબલ એનર્જીના ઇવેક્યુએશન માટે RECPDCL દ્વારા આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે સ્થાપવામાં આવેલ સ્પેશિયલ પર્પઝ વેહીકલ ખાવડા IVA પાવર ટ્રાન્સમિશન લિમિટેડ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) દ્વારા હસ્તગત કરવામાં આવી છે. નેશનલ ગ્રીડનો ભાગ ખાવડા IVA ટ્રાન્સમિશન લાઇન ગુજરાતના ખાવડાથી લાકડિયા ખાવડાથી ભુજ 765 kV ડબલ સર્કિટ બન્ને લાઇનને જોડીને 4,500 MVA ની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સ્થાપિત કરી 7 GW રિન્યુએબલ એનર્જી બહાર કાઢવામાં મદદ કરશે.

વિશ્વનો સૌથી મોટો 30 ગીગાવોટની આયોજિત ઉત્પાદન ક્ષમતા સાથેનો ખાવડા  રિન્યુએબલ એનર્જી પાર્ક, વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેની ડીકાર્બોનાઇઝેશનની ભારતની યાત્રામાં વિપુલ યોગદાન આપશે.AESLને અપાયેલ આ પ્રોજેક્ટ સ્વચ્છ ઉર્જા બહાર કાઢવા માટે જરૂરી ક્રિટિકલ ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાને વેગ આપે છે. ભારતના નેટ ઝીરો તરફના પ્રયાણમાં ખાવડાને ઉજ્જડ જમીનમાંથી સીમાચિહ્નમાં રૂપાંતરિત કરવાનો અદાણી ગ્રૂપનો કેન્દ્રિત અભિગમ આ હેતુને સિધ્ધ કરવાની પણ ખાતરી કરશે. AESLને ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) પ્રક્રિયા મારફત આપવામાં આવેલ આ પ્રોજેક્ટ BOOT (બિલ્ડ, ઓન ઓપરેટ અને ટ્રાન્સફર) ધોરણે આગામી 24 મહિનામાં કાર્યાન્વિત કરાશે અને 35 વર્ષ સુધી તેની જાળવણી કરશે.કંપની આ મહાકાય ટ્રાન્સમિશન પ્રોજેક્ટ બનાવવા માટે 4,091 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટમાં 300 MVAr STATCOM અને 3x1500 MVA, 1x330 MVAr, 765 kV અને 1x125 MVAr, 420 kV બસ રિએક્ટર સાથે 765/400 kV ઇન્ટર-કનેક્ટિંગ ટ્રાન્સફોર્મર (ICTs) ની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે.         કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક માટે ખાવડા પાવર ઇવેક્યુએશન  ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમયની માંગ છે જે માત્ર વિશ્વ કક્ષાની જ નહીં પણ સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે પણ સજ્જ છે.આ રોકાણ ફકત ખાવડામાં ઉત્પન્ન થનાર આયોજિત 30 ગીગાવોટ હરીત ઉર્જાના ઇવેક્યુએશન માટે જરૂરી નિર્ણાયક ટ્રાન્સમિશન નેટવર્ક જ સ્થાપિત નહીં કરે પણ ખૂબ જ જરૂરી ગ્રીડ સ્થિરતા પણ પ્રદાન કરશે. આ પહેલનો ભાગ બનવાનું AESLને ગૌરવ છે કારણ કે આ નેટવર્ક રાષ્ટ્રીય ગ્રીડમાં હરીત ઉર્જાના અસ્ખલિત પ્રવાહ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી ભારતના  નેટ શૂન્ય તરફના પ્રયાણને પ્રોત્સાહન આપશે. એમ તેમણે કહ્યું હતું.